Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

અમરેલીના દામનગરમાં આઇપીએલ ક્રિકેટ ઉપર સટ્ટો રમાડતો જયસુખ રાઠોડ ઝડપાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર૩ : દામનગરમાં રાભડા ચોકડી ધામેલ રોડ પાસે જયસુખ ઉર્ફે કટી બટુક રાઠોડ આઇપીએલ રોયલ ચેલેન્ઝર બેંગ્લોર અને કલકતા નાઇટ રાયડર્સ વચ્ચે રમાતા મેચમાં સટો રમી રમાડતા પો. કોન્સ. સંજયભાઇ ઇટાળીયાએ રોકડ, મોબાઇલ અને સાહિત્ય મળી રૂ.૪૬પ૦ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો.

દારૂ ઝડપાયો

મરીન પીપાવાવના રામપરા -  ર ગામેથી છોટા હાથી જીજે-૦૧-સી ઝેડ ૬૭૬૮માં રમેશ વલ્લભ રાઠોડ, લાલા જોધા શિયાળને ઇગ્લીશ દારૂ ૧૪૪ બોટલ અને છોટા હાથી મળી કુલ રૂ.ર,૦૦,૪૦૦ના મુદામાલ સાથે પો.કોન્સ. ગોકળભાઇ રાતડીયાએ ઝડપી પાડયા હતા. રેઇડ દરમિયાન છોટાહાથી  ચાલક નાસી છુટયો હતો.

ચોરી

ડુંગરના કુંભારીયા ગામે રહેતા નરેશભાઇ કેશવભાઇ સાવલીયાના મકાનમાં તા.૧૭ થી ૧૮ ની રાત્રીના કોઇ તસ્કરોએ પ્રવેશ કરી. મકાનમાં રાખેલા ખુલ્લા કબાટમાંથી રોકડ ર૧,રપ૦ તેમજ સોનાનો ચેઇન રૂ.૧ર હજાર મળી કુલ રૂ.૩૩,રપ૦ની માલમતાની ચોરી થયાની ડુંગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

જુગાર રમતા ધરપકડ

બાબરા તાલુકાના જામબરવાળા ગામે જાહેરમાં જુગાર રમતા લાલજી ઉર્ફે લાલો ભિમજી રાઠોડ, હસમુખ ભુપત બાવળીયા, ભુપત મનજી નદાસીયા, મુકંદર ઉર્ફ હકો દદુ પઢાણને લોકરક્ષણ હિંમતભાઇ રાઠોડે રોકડ રૂ.૭૮ર૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

સગીરાને ભગાડી ગયો

સાવરકુંડલા તાલુકાના મિતીયાળા ગામે રહેતી સગીરાને તેજ ગામના ભાવેશ ભનુ દેલવાડીયા લલચાવી ફોસલાવી ભગાડી ગયાની સગીરાના પિતાએ સાવરકુંંડલા રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

અકસ્માત

તાલુકાના શેડુભાર ગામના પાટીયા પાસે મનુભાઇ નારણભાઇ આસોદરીયા પોતાનું બાઇક લઇને સરપંચ ગોપાલભાઇ પાસે ઉભા હતા. ત્યારે હરીપુરા ગામ તરફથી સુમેરશીંગ રાઇશીંગ મારૂતીવાન પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવીબ ાઇક સાથે અથડાવી મનુભાઇને પગમાં ફેકચર કરી નાસી ગયાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંૅધાવી છે.

માર માર્યો

સાવરકુંડલા  તાલુકાના અભરામપરામાં ગામે રહેતી રેણુકાબેન ભુપતભાઇ બગડાના ઘર પાસે તેના જેઠે વાડ કરેલ. રસ્તામાં વાડ કરતા સસરાને વાત કરતા સારૂ નહી લાગતા જેઠ અશોક હરજી અને તેના દિકરાએ લાકડી વડે માર માર્યાની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(12:57 pm IST)