Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

જેતપુરની ૩૦.૪૦ લાખની લૂંટમાં મુખ્ય સુત્રધાર સાકીર પોલીસના સકંજામાં: સમીરની શોધખોળ

થોડા મુદામાલ સાથે ૪ સાગ્રીતો રાઉન્ડઅપઃ પોલીસ તપાસનો ધમધમાટ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૩ :.. શહેરના રમાકાંત રોડ વિસ્તારમાં બે દિવસ પહેલા ધોરાજી સોનાના દાગીના કમીશનથી વ્હેચવા આવતા પટેલ યુવાન ચીમનભાઇ વેકરીયાનો પીછો કરી બે અજાણ્યા શખ્સોએ આંખમાં મરચુ છાંટી રૂ. ર લાખ રોકડા તેમજ ર૮,૪૦ લાખના દાગીના ભરેલ થેલાની લૂંટ ચલાવી નાસી ગયેલ પોલીસને આ બનાવની જાણ થતા જ જીલ્લા પોલીસ વડા બલરામ મીણા, એ.એસ.પી. સાગર બાગમાટ, એલ. સી. બી., એસ. ઓ. જી. સહિતની ટીમે તમામ તાકાત લગાડી આરોપીને પકડી પાડવા ચક્રોગતિમાન કરતી સીસી ટીવી ફુટેજના આધારે બે શખ્સોની સંડોવણી બહાર આવતા પોલીસે તેના બન્નેના મોબાઇલની કોલ ડીટેઇલ કઢાવતા છેલ્લે જેની સાથે વાત કરેલ તે તપસ કરેલ. જેમાં શાપર ખાતે રહેતા ચાર શખ્સોની સંડોવણી હોવાનું માલુમ પડતા સાકીરનો નાનો ભાઇ, પિતા બનેવી અને એક બાવાજી શખ્સને રાઉન્ડ અપ કરી આકરી પુછપરછ કરતા તેઓએ લૂંટ થયેલ દાગીના પૈકીના કાઢી આપ્યા જેની ખરાઇ કરતા તે લૂંટ મુજબના હોય પરંતુ પુરતા ન હોય વધુ પુછપરછ કરેલ પરંતુ વધુ ન હોવાનું રટણ કરેલ.

જયારે લૂંટ ચલાવનાર બન્ને આરોપી અજમેર તરફ નાસી ગયા હોવાના અંદાજે તે તરફ ચક્રો ગતિમાન કરતા મુખ્ય આરોપી લૂંટનો માસ્ટર માઇન્ડ સાકિર મુસાભાઇ ખરેડા પોલીસના સકંજામાં આવી ગયો હોવાનું જાણવા મળેલ. હજુ બીજો આરોપી સમીર હનીફભાઇ ચૌહાણને પકડવા તજવીજ હાથ ધરાઇ છે.

સાકિર શહેરના ગોંડલ દરવાજા વિસ્તારમાં પરીવાર સાથે રહેતો જે ઘટનાના પાંચેક માસ પૂર્વે રાજકોટ રહેવા જતો રહેલ તે ગંઝેરી હોય તે કોઇ મોટો હાથ મારવાના પ્લાનમાં હોય રાતોરાત રૂપિયા કમાવવા હોય કોઇ મોટો પ્લાન તેના મગજમાં રમતો હોય પરંતુ બાઇક ચલાવવા વાળો કોઇ સારો મળે તેની શોધમાં હતો ત્યાં સામાકાંઠા વિસ્તારમાં રહેતો સામીર કે જે નશો કરતો તે પણ ત્યાં જ નશો કરવા આવતો તેથી સાકિર અને તેની વચ્ચે વાત થતા લૂંટનો પ્લાન બનાવેલ.

આધુનિક ટેકનોલોજીનો વિકાસ થતા હવે કોઇ આરોપી ગુન્હો કરી બચી શકે તેમ નથી સીસી ટીવી કેમેરા, મોબાઇલ કોલ ડીટેલ સોશ્યલ મીડીયાના કારણે હવે આરોપી પોલીસના સકંજામાં આવી જ જાય છે. પોલીસની પણ કામગીરી કડક બનતી જાતી હોય. આ બનાવના ગણતરીના કલાકમાં જ આરોપી પકડાઇ જાય છે.

(12:59 pm IST)