Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 27 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 12 કેસ, ગ્રામ્યમાં 2 કેસ, કેશોદમાં 8 કેસ, વંથલીમાં 3 કેસ, મેંદરડા અને માંગરોળમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ: જૂનાગઢ  જિલ્લામાં આજે કોરોનાના નવા 27 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 27 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 12 કેસ, ગ્રામ્યમાં 2 કેસ, કેશોદમાં 8 કેસ, વંથલીમાં 3 કેસ, મેંદરડા અને માંગરોળમાં 1-1 કેસ નોંધાયો છે

(8:38 pm IST)
  • કોરોના મહામારીને લીધે લાંબા સમય સુધી બંધ રહ્યા પછી અમદાવાદનું સુપ્રસિદ્ધ કેમ્‍પ હનુમાન મંદિર આજે ખોલી નાખવામાં આવ્‍યું છે. જોકે ટોકન સિસ્‍ટમ્‍સથી ૨૦૦ ભક્‍તોને જ પ્રવેશ આપવામાં આવશે.. access_time 5:12 pm IST

  • અમદાવાદમાં માસ્ક વગર ફરતાં ૨૫૬ લોકોના કોરોના ટેસ્ટ કરાયાઃ ૯ ને પોઝીટીવ : અમદાવાદ શહેરમાં આજે સવારથી કર્ફયુ ખુલતાની સાથે જ લોકો રસ્તાઓ ઉપર નિકળી પડયા હતાઃ અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા આજે ૨૫૬ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યાઃ જેમાં ૯ લોકો કોરોના પોઝીટીવ આવ્યા હતાઃ જેમાંથી ૬ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાઃ નેગેટીવ આવેલા લોકોને એક- એક હજારનો દંડ ફટકારવામાં આવ્યો access_time 4:18 pm IST

  • સાંસદો માટે દિલ્હીમાં બન્યા આલીશાન મલ્ટી સ્ટોરી ફ્લેટ : 4 બેડરૂમ, ઓફિસ, સ્ટાફ ક્વાર્ટર સહિતની અદ્યતન સુવિધા ધરાવતા વેલ ફર્નિસ્ડ ફ્લેટનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું : ગંગા, યમુના તથા સરસ્વતી નામક 3 ટાવરમાં 218 કરોડ રૂપિયાના ખર્ચે 76 ફ્લેટ બનાવાયા : જડબેસલાક સિક્યુરિટી વ્યવસ્થા ,દરેક ટાવરમાં 4 ઓટોમેટિક લિફ્ટ, ફાયર સુરક્ષા, સોલાર પેનલ્સ, જનરેટર સહિતની સુવિધા access_time 1:15 pm IST