Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

સુરેન્દ્રનગમાં મિયાણા સમાજના બે જુથો વચ્ચે જુથ અથડામણ : યુવકનો હાથ કપાયો

વઢવાણ, તા. ૧૬ : સુરેન્દ્રનગર  રતનપર બાયપાસ રોડ ઉપર બે મિયાણા સમાજના જુથ વચ્ચે ઝદ્યડો થતા હુમલામાં એક યુવકનો હાથ કપાતા સારવાર અર્થે યવાનને હોસ્પિટલ ખસેડાયો હતો. ગુનગારોને પોલીસનો કે કાયદાનો ડર ના હોય તેમ ગુનાઓ વધી રહ્યા છે.

રતનપર બાયપાસ રોડ ઉપર બે જુથ વચ્ચે જુના ઝઘડાનું મનદુઃખ રાખી બે જુથ વચ્ચે ઝઘડો થયાની આશંકા સેવાઈ રહી છે આ હુમલામાં મિયાણા સમાજના એક યુવાન ઉપર તલવાર વડે હુમલો થયો હતો.

આ હુમલામાં તિક્ષણ હથિયાર વડે યુવાનનો હાથ કપાય જતા આ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે શહેરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ જુથ અથડામણમાં અન્ય લોકોને ગંભિર ઈજા થય હોવાનું જાણવા મળી રહ્યું છે આ બનાવની જાણ જોરાવરનગર પોલિસ મથકમાં થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

(11:52 am IST)