Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ગીર સોમનાથ આઈ.જીના લોકદરબારમાં અનેક રજુઆતો

કોડીનારમાં બિહાર થી પણ વધારે પરીસ્થીતી ખરાબ છે

વેરાવળ, તા.૨૬: ગીર સોમનાથ જીલ્લામાં આઈ.જી દ્રારા દરેક પોલીસ સ્ટેશનમાં  તપસણી પુર્ણ થયા બાદ વેરાવળ માં મનીન્દરસિંહ પવાર ના  અઘ્યક્ષસ્થાને લોકદરબાર યોજાયેલ હતો તેમાં એસ.પી રાહુલ  ત્રીપાઠીએ સ્વાગત પ્રવચનમાં જણાવેલ હતું કે લોકડાઉન બાદ પોલીસે કોરોના મહામારીમાં અનેક ફરજો સારી રીતે નિભાવેલ છે તેમાં જીલ્લાના તમામનો સાથ સહકાર મળેલ છે નવા કાનુન પાસા,ગુંડા,અસામાજીક તત્વો સહીત નો આવેલ છે અનેક સ્થળોએ સીસીટીવી કેમેરો મુકાયેલ છે.

લોકદરબારમાં જીલ્લાના અનેક આગેવાનો,આરટીઆઈ એકટીવીસ્ટ આવેલ  હતા તેમાં રજુઆતો થયેલ હતી કે કોડીનારમાં બિહારથી પણ વધારે પરીસ્થીતી ખરાબ છે બુટલેગરો બેફામ છે, સરકારી અને ગૌચર જમીનો ઉપર માફીયાઓ ખનન કરી રહયા છે ૧૪ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ થયેલ તેને આરોપી ઝડપાતો નથી વેરાવળ શહેરમાં જીઆઈડીસી વિસ્તારમાં ડ્રગ્સ રાત્રે ૧૧ થી ૩ વચ્ચે ઉતરે છે વેચાય છે ટાવરથી બિરલા મંદિર દેવકા સુધી ગેરકાયદેસર બાંધકામો ચાલુ હોય તેથી વાહનો રોડ ઉપર ઉભા રહે છે ટ્રાવેલ્સ, બસો, છોટા હાથી, રીક્ષાઓ પણ બસ સ્ટેન્ડ ની સામે આખો દિવસ ઉભી રહે છે તેની લેખીત માં ફરીયાદ કરેલ છે સાંઈબાબા મંદિર પાછળ મોટા મોટા ગુ્રપો બેસીને અફીણ પીવે છે જીલ્લામાં ખુલ્લેઆમ વધારે વજન ભરીને વાહનો નિકળતા હોય જેથી દરરોજ અકસ્માતો થાય છે અને રોડ ખરાબ હાલત માં થઈ ગયેલ છે મહીલા ઉપર અનેક અન્યાયો થતા હોય જીઆઈડીસી, ભાલકા મંદિર સુધી સુરક્ષાની વ્યવસ્થા નથી, આ વિસ્તારમાં દારૂ પીધેલાનો મોટો ત્રાસ છે માચ્છીમારો માટે દરીયામાં સુરક્ષા વધારવી જોઈએ છડેચોક કાયદાનો ભંગ થાય છે ટ્રાફીક પોલીસ દ્રારા મોટા મોટા દંડો ફટકારવામાં આવે છે લોકડાઉન માં કેસો થયેલ છે તે એકજ તારીખ માં પુરા થાય તેવી માંગ થયેલ હતી લોકડાઉન દરમ્યાન જમીનમાં અનેક દબાણો થયા છે વેપારીઓ પાસે ખુલ્લેઆમ ખંડણી મગાય છેતેવા અનેક આક્ષેપો સાથે લોકદરબારમાં પ્રશ્નોની રજુઆતો થયેલ હતી.

ગીરગઢડા તાલુકામાં આવેલા ગામો પોલીસ સ્ટેશનોમાં કોડીનાર ઉનામાં હોય જેથી મોટી મુશ્કેલી પડે છે પ્રાંચી, તાલાલા નરશીટેકરી, વેરાવળમાં પોલીસ ચોકી વધારવાની માંગ ઉનામાં ટ્રાફીકનો પ્રશ્નની રજુઆત થયેલ હતી.

આઈ.જી મનીન્દસિંહ પવારે જણાવેલ હતું કે ગુનેગારો વાતાવરણ બગાડે છે પોલીસ ની તેના ઉપર સીધી નજર હોય છે લોકદરબારમાં સીધા પ્રશ્નો સંભાળવામાં આવે છે અનેક લોક પ્રશ્ન રજુ થયેલ છે કડક કાર્યવાહી કરવામાં આવશે નાગરીકો દ્રારા દરેક પોલીસ સ્ટેશનનોમાં આવા પ્રશ્નોની રજુઆત કરવામાં આવે તો ગુનાઓ થતા અટકશે કોઈપણ ગુનેગારને છોડવામાં આવશે નહી તેવું જણાવેલ હતુ.

આ લોકદરબારમાં જીલ્લાના અધિકારીઓ, રાજકીય આગેવાનો, સામાજીક સંસ્થાઓ, જ્ઞાતિ પટેલો ઉપસ્થિત રહેલ હતા. ત્યારની લોકદરબારની તસ્વીરો.(તસ્વીર-અહેવાલઃ દિપક કક્કડ)

(11:54 am IST)