Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

જામનગરમાં હિન્દૂ સેનાએ સંકલ્પ સાથે કર્યુ શસ્ત્ર પૂજન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૨૬: વિજયા દસમીનો દિવસ એટલે અસત્ય પર સત્ય નો વિજય, અધર્મ પર ધર્મનો વિજય સાથે જામનગર હિન્દૂ સેનાના સૈનિકો એ પોતાની જવાબદારી સમજીને શસ્ત્ર પૂજન સાથે સંકલ્પબંધ થયા હતા , એટલુંજ નહીં આજના યુગમાં શાસ્ત્રની સાથે શસ્ત્રની ખાસ જરૂર છે અને તે શસ્ત્રને ચલાવા માટે પણ યોગ્યતા કેળવવી જરૂરી છે, શસ્ત્ર પૂજન થી યુવાનોમાં જોશની સાથે શકિતની પણ આરાધના કરી બધા સૈનિકો એ અન્યાય સામે લડવા શસ્ત્ર પણ ઉઠાવું પડે તો ઉઠાવાના સંકલ્પ લીધા હતા. ધર્મ માટે શસ્ત્ર ઉઠવામાં રકત ની આહુતિ દેવી પડે તો પણ અચકાશે નહીં તેવા સંકલ્પ સાથે કરોડપતિ હનુમાનજી મંદિર ખાતે હિન્દૂ સેના કાર્યાલયે હિન્દૂ સેનાના જિલ્લા પ્રમુખ વિનુભાઈ આહીર, જિલ્લા યુવા પ્રમુખ મયુર પટેલ, શહેર પ્રમુખ દિપક પીલ્લે, શહેર યુવા પ્રમુખ ગુંજ કારિયા, કિશન દેસાઈ, રણજીતસિંહ રાઠોડ, વિવેક ખેતાણીએ શસ્ત્ર પૂજન કર્યું હતું સાથોસાથ ગુજરાત પ્રમુખ પ્રતીક ભટ્ટની ઉપસ્થિતિમાં યુવા સૈનિક દ્યનશ્યામ ચિતારાએ હિન્દૂ સેના માટે દૈનિક ૨ કલાક હિન્દુત્વના કામ માટે સમર્પિત રહેવાના સોગંધ લીધા હતા જેમને તલવાર થી સન્માનિત કરેલ હતા.

(12:52 pm IST)