Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

પોરબંદર કોસ્ટલ હાઇવે ઉપર ર અકસ્માતોમાં યુવાનનું મોત : ર મહિલાઓ સહિત ૪ને ઇજા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૬ : પોરબંદર-દ્વારકા-સોમનાથ કોસ્ટલ હાઇવે ઉપર જુદા જુદા ર અકસ્માતોમાં એક યુવાનનું મોત  તથા ર મહિલાઓ સહિત ૪ ને ઇજા થઇ હતી.

પોરબંદર-દ્વારકા-સોમનાથ કોસ્ટલ હાઇવે ઉપર રતનપર પાસે બાઇક બંધ પડી જતા સાઇડમાં ઉભા રહેલ વિજયભાઇ કુંભાભાઇ રાઠોડને પુરપાટ આવતી છકડો રીક્ષાએ હડફેટે ચઢાવતા વિજયભાઇનું પોરબંદર સીવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.

અકસ્માત કરનાર રીક્ષા ચાલક સામે મરનાર વિજયભાઇના મોટાબાપુએ હોસ્પિટલમાંથી ફરીયાદ નોંધાવી છે. છકડો રિક્ષા ચાલકે રિક્ષા પાછળ બંધ મોટરને બાંધીને પુરપાટ રીક્ષા ચલાવી યુવાનને ઠોકરે ચઢાવેલ.

બીજા અકસ્માતમાં કોસ્ટલ હાઇવે ઉપર કુછડી પાસે એક કાર ડીવાઇડર સાથે અથડાયા બાદ પલટી મારી જતાં કારમાં બેઠેલ જૂનાગઢના ર મહિલા સહિત ૪ વ્યકિતઓને ઇજા થતા સારવાર માટે ખસેડાયેલ છે.

(12:55 pm IST)