Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ભાયાવદરના ભાંખ ગામે જાહેરમાં જાુગાર રમતા ૭ શખ્સો પકડાયા

રાજકોટ તા. ર૭: ભાયાવદરના ભાંખ ગામે જાહેરમાં જાુગાર રમતા ૭ શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા હતા.

પ્રાપ્ય વિગતો મુજબ ભાયાવદરના ભાંખ ગામે વારક નામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ભાયાવદરના પો. કો. જયંતીભાઇ મકવાણા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા જેન્તી લખમણભાઇ કંટેસરીયા, કિશોર હરજીભાઇ અકબરી, કાંન્તી અમુભાઇ ચાવડા, શૈલેષ સુખાભાઇ સોલંકી, હરસુખ નાનજીભાઇ કંટેસરીયા રે. તમામ ભાંખ ગામ, શામજી ટપુભાઇ મારડીયા રે. મોજીરા તથા ગોપાલ અરજણભાઇ મકવાણા રે. ગઢાળા તા. ઉપલેટાને રોકડા રૂ. પ૧૮૩૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:31 am IST)