Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

વવાણીયા ગામે વોકળામાં તણાયેલ યુવાનનો મૃતદેહ ત્રણ દિ' બાદ મળ્યો

મોરબી, તા.૨૭: માળિયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે ત્રણ દિવસ પહેલા ભારે વરસાદના કારણે ગામ નજીક પસાર થતા વોકળામાં પાણીના વહેણમાં યુવાન તણાઈ હતો જેનો મૃતદેહ મળતા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળિયા મીયાણાના વવાણીયા ગામે રહેતા સલીમ ઉમરભાઇ સૈચા ગામનાં વોકળાના સામે કાંઠે આવેલ દરગાહે દરરોજ સાંજે જતા હોય અને ત્રણ પહેલા આવેલ ભારે વરસાદ ના કારણે વોકળા પર પાણી ફરી વળ્યું હતું જેના વહેણમાં તણાય જતા ત્રણ દિવસ બાદ તેની મૃતદેહ મળી આવ્યો હતો.બનાવ અંગે પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:32 am IST)