Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ધોરાજી તાલુકા પંચાયતની ૧૬ સીટમાં ૩૬ અને જિલ્લા પંચાયતની બે સીટ માટે ૧૭ની દાવેદારી

૬ તાલુકા પંચાયતની સીટમાં માત્ર સિંગલ ઉમેદવાદો આવ્યા : ભાજપ દ્વારા સેન્સ લેવાઇ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૨૮: રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા ધોરાજી તાલુકા પંચાયત અને કુલ ૧૬ સીટ તેમજ જિલ્લા પંચાયતની ૨ સીટ માટે પીપળીયા ગામ ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી

રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા તેમજ મહામંત્રી નાગદાનભાઈ ચાવડા મનસુખભાઈ રામાણી અને મહામંત્રી મનીષભાઈ ચાંગેલા વિગેરે જીલ્લાના હોદ્દેદારો દ્વારા પ્રદેશ ભાજપની સૂચના અનુસાર રાજકોટ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત અને નગરપાલિકા ધ્યાનમાં રાખી સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેના ભાગરૂપે ધોરાજી તાલુકાના પીપળીયા ગામ ખાતે કડવા પટેલ સમાજ ભવનમાં રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ અને રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે સખિયા તેમજ ઉપલેટા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજાભાઈ સુવા તેમજ રાજકોટ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ બીનાબેન મકવાણા જેતપુર દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ધોરાજી તાલુકા પંચાયતની કુલ ૧૬ સીટ છે જેમાં ૩૬ ઉમેદવારી ફોર્મ રજૂ થયા હતા અને જિલ્લા પંચાયતની બે સીટ જેમાં સુપેડી અનુ.જાતિ મહિલા અનામત જેમાં કુલ ૯ ફોર્મ રજૂ થયા હતા અને મોટીમારડ સીટમાં કુલ ૮ ફોર્મ રજૂ થયા હતા બન્ને સીટ ઉપર કુલ ૧૭ ફોર્મ રજુ થયા હતા.

જયારે તાલુકા પંચાયતની કુલ ૧૬ સીટમાં છ સીટમાં માત્ર સિંગલ ફોર્મ રજૂ થયા હતા.

જેમાં વાડોદર ઝાંઝમેર વેગડી સુપેડી ભાડેર ભાદાજાળીયા ફૂલ ૬ ગામમાં માત્ર એક એક ફોર્મ રજુ થયું હતું.

ધોરાજી તાલુકા પંચાયત ગત ચૂંટણીમાં કોંગ્રેસને જવલંત વિજય થયો હતો જેમાં ૧૬ સીટમાંથી ૧૫ સીટમાં કોંગ્રેસનો વિજય વાવટો ફરકાવ્યો હતો અને એક સીટ ઉપર માત્ર ભાજપ વિજેતા થઇ હતી બાદ ધારાસભ્ય લલિત વસોયાના ગઢ ગણાતા ધોરાજી તાલુકા પંચાયતની અંદર નીતાબેન રસિકભાઈ ચાવડા તેના સભ્યો સાથે જૂનાગઢ ખાતે આવેલા વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે બહુમતી સાથે ભાજપમાં પ્રવેશ કરતા તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો હતો

એક સમય એવો હતો ધોરાજી તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર મળતા ન હતા પરંતુ હાલમાં સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે ત્યારે સેન્સ લેવાની પ્રક્રિયા માં ૧૬ સીટમાં ૩૬ ઉમેદવારો ફોર્મ ભર્યા છે તે જોતા ભાજપમાં ભારે ઉત્સાહ જોવાઇ રહ્યોછે

સેન્સ પ્રક્રિયા માં પૂર્વ સાંસદ હરિભાઇ પટેલ જીલ્લા મહામંત્રી (ઓબીસી) કિશોરભાઈ રાઠોડ તાલુકાના ઇન્ચાર્જ જયસુખભાઇ ઠેશિયા તાલુકા ભાજપના પ્રમુખ રમેશભાઈ મકાતી પૂર્વ પ્રમુખ નિલેશભાઈ કણસાગરા મહામંત્રી રાજુભાઈ ડાંગર જનકસિંહ જાડેજા શહેર મહામંત્રી મનીષભાઈ કંડોલીયા દીપકભાઈ પાલનપુરા વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:33 am IST)