Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

જૂનાગઢ જિલ્લામાં વધુ ૨૯ શખ્સોની કેફી પીણું પીધેલી હાલતમાં ધરપકડ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૮: જુનાગઢ શહેર તેમજ જિલ્લામાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા એસપી હર્ષદ મહેતાએ સૂચના જારી કરતા પોલીસે પ્રોહિબિશન ડ્રાઇવ હાથ ધરી હતી.

આ કાર્યવાહી દરમ્યાન પોલીસે જુનાગઢ શહેર ઉપરાંત બીલખા, ભેસાણ મેંદરડા માણાવદર બાટવા માંગરોળ, ચોરવાડ અને ભવનાથ વિસ્તારમાંથી પોલીસે ૨૯ જેટલા નશાખોરોની અટકાયત કરી તમામની વિરુદ્ઘ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ખામધ્રોળ રોડ વિસ્તાર અને ભિયાળ ગામેથી ૧૨ જુગારી ઝડપાયા

જુનાગઢને અડીને તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ આવેલ ખામધ્રોળ રોડ હર્ષદનગરમાં જાહેરમાં જુગાર ખેલતા અસલમભાઈ ઉર્ફે છમીયો ઓસમાણભાઈ સીડા, અરભમ રામભાઈ મોકરીયા, કામિલભાઈ ગનીભાઈ પીરાણી, રફીક જીકરભાઈ ચોટલીયા, સાહિલ ગફારભાઈ ચૌહાણ અને હારુન હનીફભાઇ હાલાને રૃપિયા ૨૭,૪૦૦દ્ગક રોકડ અને ૪ મોબાઇલ ફોન સહિત કુલ રૃપિયા ૩૮,૪૦૦દ્ગક્ન મુદ્દામાલ સાથે પકડી પડ્યા હતા.ઙ્ગ

તેમજ ભિયાળ ગામ કેરાળા રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા ઉકાભાઈ હીરાભાઈ પરમાર, જેઠાભાઈ લાલાભાઇ મકવાણા, હરેશ રામજીભાઈ અભંગી, ઘેલાભાઈ રામાભાઈ વાઘ, જમનભાઈ અમરાભાઇ વાઘ અને રતિલાલ મેણંદભાઈ વાઘને રૃપિયા ૨૨૧૦ની રોકડ સાથે પકડી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:42 pm IST)