Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

કોલકીના લલીતભાઇ સોલંકીનું પાનેલીમાં છત તૂટી પડતા મોત

જુનુ બાંધકામ તોડતી વખતે બનાવઃ બે પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૩૦: ઉપલેટાના કોલકી ગામના લલિતભાઇ મુળજીભાઇ સોલંકી (ઉ.વ.૪૨) પાનેલી ગામે કામ કરતાં હતાં ત્યારે છત તૂટી પડતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

કોલકી રહેતાં લલિતભાઇ પાનેલી ગામે કેયુરભાઇ પટલનું જુનુ મકાન તોડી નવું બાંધકામ કરવાનું હોઇ કોન્ટ્રાકટર સાથે કામે ગયા હતાં. અહિ સાંજે પાંચેક વાગ્યે જુનુ બાંધકામ તોડતી વખતે છત તૂટી પડતાં બેઠકના ભાગે તથા વાંસામાં ગંભીર ઇજાઓ થતાં બે જુદી-જુદી ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોડી રાતે મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભાયાવદર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ચાર ભાઇમાં નાના હતાં અને પરિવારનો આધાર હતાં. સંતાનમાં બે પુત્ર છે, જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(11:15 am IST)