Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

બગસરા સેન્ટ્રલ બેંકના ભ્રષ્ટાચારના આરોપ સાથે મુખ્યમંત્રીને ફરિયાદ

બગસરા, તા.૩૦: સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની બગસરા બ્રાંચમાં ખેડૂતોને આપવામાં આવતી સબસીડી વાળી લોન માં મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાની ફરિયાદ બગસરા યાર્ડના ચેરમેન દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

બગસરા બ્રાન્ચ લોક ડાઉન પૂર્વેથી ચર્ચામાં રહી છે આ બેંક દ્વારા તેમના ગ્રાહકો સાથે ગેરવર્તન ની ફરિયાદો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચેલી છે પરંતુ આ વખતે ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાના આરોપો બગસરા માર્કેટીંગ યાર્ડના ચેરમેન કાંતીભાઇ સતાસિયા દ્વારા કરવામાં આવેલ છે. માર્કેટીંગ યાર્ડના ચેરમેન દ્વારા જણાવ્યાનુસાર પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન યોજના તેમજ વાજપેયી યોજના અંતર્ગત આપવામાં આવતી લોનમાં લોન ધારકને ૫૦ ટકા સુધીની સબસિડી ની સુવિધા સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ લોન મંજૂર કરવામાં આવતી નથી વધુમાં યાર્ડ ચેરમેનના જણાવ્યા અનુસાર તેમના પરિવારના સદસ્ય ની લોન મંજુર થયેલ હોય તેમને આ મંજુર થયેલ લોનની રકમ સબસીડી આપવામાં આવશે નહીં તેમ જણાવવામાં આવેલ તેમની સાથે પણ અસભ્ય વર્તન કરવામાં આવેલ. યાર્ડના ચેરમેન જેવા પ્રતિષ્ઠિત હોદ્દા ધરાવતા વ્યકિતઓની આ પરિસ્થિતી હોય તો સામાન્ય ખેડુતોને કેટલા ધક્કા અને વચેટિયાઓ વચ્ચે ત્યાંથી પસાર થવું પડતું હશે તે સમજી શકાય તેવી બાબત છે નાયબ મુખ્યમંત્રી, જિલ્લાના પ્રભારી મંત્રી, સંસદ સભ્ય પૂર્વ ધારાસભ્યો તથા ગ્રાહક સુરક્ષા આયોગને આ વિગતે માહિતગાર કરવામાં આવ્યા છે.

(11:27 am IST)