Gujarati News

Gujarati News

News of Thursday, 10th December 2020

મેંદરડાના માનપુર ધાધલ પરિવારમાં શુભલગ્નઃ ચિ. વિશાલભાઇ - ચિ. પૂજાબા

જુનાગઢ : મેંદરડા તાલુકાના માનપુર નિવાસી કાઠી સમાજના આગેવાન રામકુભાઇ રાવતભાઇ ધાધલના સુપુત્ર ચિ. વિશાલભાઇના શુભલગ્ન અમરેલી જીલ્લાના વરસડા નિવાસી દરબાર શ્રી વિજયભાઇ બાલાભાઇ વાળાની સુપુત્રી ચિ. પૂજાબા સાથે તા. ૧૦ ડીસેમ્બર ગુરૂવારના રોજ નિરધારેલ છે. ગઇકાલે રાત્રે લગ્નની પૂર્વ સંધ્યાએ માનપુરમાં રાજવી પેલેસ ખાતે વરરાજાનું ધોડેશ્વારી સાથે ભવ્ય ફુલેકુ યોજાયું હતું.  જેમાં કાઠીયાવાડી પરંપરા મુજબ ઘોડાઓ ખેલવાયા હતાં અને રાજસ્થાની ગાયક કલાકારોએ રજવાડી ગીતો રજુ કર્યા હતાં. અને દંાડીયારાસ સહિત કાર્યક્રમો કોવિડની ગાઇડ લાઇનના પાલન સાથે યોજાયેલ. આમંત્રીત મહેમાનોને રોહિતભાઇ ધાધલ પરિવારે ભાવભેર આવકારેલ હતાં.

(10:59 am IST)