Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ઓલમ્પિક પર આફત મંડરાઈ ! :કોરોનાનો કહેર વધતા ટોકિયો સહીતના ચાર શહેરોમાં આપાત કાળનું એલાન

ઇમરજન્સી આગામી માસની 7મી ફેબ્રુઆરી માસ સુધી અમલમાં રહેશે

નવી દિલ્હી : કોરોના વાઈરસને લઈને એક વર્ષ માટે મોકૂફ કરવામાં આવેલા ટોક્યો ઓલમ્પિક  પર ફરી એકવાર કોરોનાની આફત મંડરાઈ છે. ટોક્યોમાં હાલમાં કોરોનાના કેસોનું પ્રમાણ ઝડપથી વધવા લાગ્યુ છે. જેને લઈને જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગાએ આપાતકાળ એલાન કર્યું છે. ટોક્યો ઓલમ્પિકના છ મહિના પહેલા જ લગાવવામાં આવેલા આપાતકાળને લઈને ટોકિયો ઓલમ્પિકના આયોજન પર ફરી એકવાર સંભાવનાઓ પર સવાલો ઉભા કર્યા છે. ટોકિયોમાં આ વર્ષે 23 જુલાઈથી ઓલમ્પિક રમતોનું આયોજન શરુ થનારુ છે. જે ઓગષ્ટ 8 સુધી ચાલનાર છે.

 ટોક્યોમાં ગુરુવાર 7 જાન્યુઆરીએ કોરોનાના રેકોર્ડબ્રેક કેસો સામે આવ્યા છે. દેશની રાજધાનીમાં તાજેતરના દિવસોમાં 1,500થી વધુ કેસ પ્રતિદીનના ધોરણે આવી રહ્યા છે. જોકે ગુરુવારે 2,447 નવા કેસ સામે આવ્યા છે. જે ગત વર્ષે કોરોના મહામારીની શરુઆત બાદ એક દિવસના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેને લઈને જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા દ્વારા ટોક્યો સહિત 4 શહેરોમાં આપાતકાળનું એલાન જાહેર કરવામાં આવ્યુ છે. જે એક મહિના સુધી જારી રહેશે. એટલે કે આગામી માસની 7મી ફેબ્રુઆરી માસ સુધી અમલમાં રહેશે. આમ તો આ પ્રકારની સ્થિતી ગત વર્ષે એપ્રિલમાં લગાવવામાં આવી હતી, જોકે તે હાલમાં તેટલુ સખ્ત નહીં હોય.

અહેવાલ મુજબ વર્તમાન આપાતકાળ હેઠળ પ્રભાવિત વિસ્તારોમાં રહેનારા લોકો રાત્રીના આઠ વાગ્યા બાદ પોતાના ઘરેથી બહાર નહીં નિકળી શકે. જ્યારે રેસ્ટોરન્ટ, કેફે અને શરાબ વેચનારા પબ પણ રાત્રીના આઠ વાગ્યે બંધ થઈ જશે. જોકે શાળાઓ ખુલ્લી રહેશે. પરંતુ જીમ અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર સહિત અન્ય સુવિધાઓ કેટલાક કલાકો સુધી જ ખુલ્લી રાખવાની મંજૂરી મળી શકશે. કારણ કે હાલમાં ટોક્યોમાં હાલમાં ના માત્ર કોરોનાની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ સાથે જ કોરોનાનો નવો સ્ટ્રેન પણ સામે આવવા લાગ્યો છે. જોકે આ દરમ્યાન તાજેતરમાં પ્રધાનમંત્રી સુગાએ ભરોસો આપ્યો હતો કે ટોકિયો ઓલમ્પિક અને પેરાલિંપિક રમતો તેના નિયત સમાયાનુસાર જ અને પુરી રીતે સુરક્ષિત વાતાવરણમાં આયોજીત કરવામાં આવશે.

(10:59 am IST)