Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

બ્રિસ્બેનમાં ટીમ ઇન્ડિયાને હોટલમાં મૂળભૂત સુવિધાનો અભાવ : ટોઇલેટની સફાઈ પણ જાતે જ કરવી પડે છે

ગાંગુલી, જય શાહ અને હેમાંગ અમીનએ કરવો પડ્યો હસ્તક્ષેપ : હોટલમાં રૂમ સર્વિસ કે હાઉસકીપિંગ જ નથી. જિમ પણ આંતરરાષ્ટ્રીય સ્તરનો નહીં

મુંબઈ : ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી અને અંતિમ ટેસ્ટ માટે બ્રિસ્બેન પહોંચેલી ભારતીય ક્રિકેટ ટીમને મંગળવારે એવા હોટલમાં રોકાવવામાં આવી જ્યાં મૂળભૂત સુવિધાઓ પણ ના હતી. તે પછી ભારતીય ક્રિકેટ બોર્ડના ટોચના અધિકારીઓને હસ્તક્ષેપ કરવુ પડ્યુ. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ અને સીઈઓ હેમાંગ અમીનને ફરિયાદ મળ્યા પછી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધિકારીઓ સાથે સંપર્ક સાધ્યો. તેમણે ખાતરી આપી છે કે ભારતીય ટીમને ત્યાં કોઇ પરેશાની નહીં થાય.

 હોટલમાં રૂમ સર્વિસ કે હાઉસકીપિંગ જ નથી. જિમ પણ આંતરરાષ્ટ્રીય સ્તરનો નથી અને સ્વીમિંગ પૂલમાં નથી જઇ શકાતો. હોટલના મેનેજમેન્ચને ચેક ઇન સમયે આ તમામ સુવિધાઓનું કહેવામાં આવ્યુ હતુ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ 15 જાન્યુઆરીથી બ્રિસબેનમાં રમાશે. ત્યાં કોરોના મહામારી વધતા અને ન્યૂ સાઉથ વેલ્સ સાથે સરહદ પર લોકડાઉનના કારણે હોટલમાં ક્વારન્ટાઇનના કડક નિયમ છે. જોકે ખેલાડીઓને એકબીજા સાથે મળવા માટે એક રૂમ આપવામાં આવ્યુ છે અને તેઓ ત્યાં એકબીજાને મળી શકે છે.

 

ભારતીય દળના સભ્યોએ હોટલ અંગે જણાવ્યુ કે તેમને રૂમની અંદર બંધ કરી દેવામાં આવ્યા છે. પથારીને પોતે જ સાફ કરવાની હોય છે. સાથે જ ટોઇલેટની સફાઇ પણ પોતાને જ કરવાની છે. અમને જે ફ્લોર આપવામાં આવ્યો છે અમે ત્યાંથી બહાર નથી જઇ શકતા. Team India

ઓસ્ટ્રેલિયા પ્રવાસે ટીમ ઇન્ડિયા સાથે પનોતી બેસી છે કે શું? એક પછી એક ખેલાડી ઘવાતા (Ghayal XI) જ જાય છે. બુમરાહ બાદ હવે મયંક અગ્રવાલ પણ ઘાયલ થઇ ગયો. આમ ટીમના ઇજાગ્રસ્ત ખેલાડીઓની સંખ્યા 9 થઇ ગઇ છે. લોકો મજાકમાં કહેવા લાગ્યા છે કે લો હવે ઘાયલ ઇલેવનમાં માત્ર બે ખેલાડીની જરૂર છે.

મંગળવારે ટીમ ઇન્ડિયાને વધુ એક આંચકો લાગ્યો. જ્યારે નેટ પ્રેક્ટિસ વખતે ઓપનર મયંક અગ્રવાલને હાથમાં ઇજા (Ghayal XI) થઇ ગઇ. તેને હેરલાઇન ફ્રેક્ચર હોઇ શકે છે. મયંકને બ્રિસ્બનની ચોથી ટેસ્ટ માટે ઘાયલ હનુમા વિહારીનો વિકલ્પ માનવામાં આવી રહ્યો હતો. Team India

હાલમાં ભારતીય ટીમની સમસ્યા એ છે કે લોકેશ રાહુલ અને હનુમા વિહારી અને રવિન્દ્ર જાડોજા ઇજાગ્રસ્ત (Ghayal XI) છે. તેથી મધ્યક્રમ કોઇ વિકલ્પ રહ્યો નથી.

હવે જોવાનું રહ્યું કે પ્રવાસે ગયેલા મુખ્ય ખેલાડીઓની ગેરહાજરી અને નીચલા ક્રમની લાંબી લાઇનઅપને જોતા ટીમ મેનેજમેન્ટ બ્રિસ્બન ટેસ્ટમાં 6 બેટ્સમેન અને 4 બેલરોને ઉતારે છે કે પછી 5 બોલર, 5 બેટ્સમેનનો રેસિયો જાળી રાખે છે. ચોથી ટેસ્ટ 15 જાન્યુઆરીથી શરૂ થવાની છે.

(11:09 pm IST)