Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

IPL : ખેલાડીઓની મિડ સિઝન ટ્રાન્સફર

હવે એક ફ્રેન્ચાઇઝી બીજી ફ્રેન્ચાઇઝીના ખેલાડીને કેટલાક નિયમ અને શરતો સાથે પોતાની ટીમમાં સામેલ કરી શકશે : એવા ખેલાડી કે જેઓ બે મેચથી ોઅછા મેચ રમ્યા હોય

મુંબઇ, તા. ૧ર :  આઇ.પી.એલ.માં હવે ખેલાડીઓની મિડ સીઝન ટ્રાન્સફર શરૂ થઇ ગઇ છે. જો કે આ બધા વચ્ચે કેટલીક ટીમ એવી પણ છે, જે અત્યાર સુધી પોતાનું પરફેકટ ટીમ કોમ્બીનેશન શોધી શકી નથી અને ટૂર્નામેન્ટમાં તેમને બોલિંગ-બેટીંગને લઇને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ઘણી ફ્રેંચાઇઝી પાસે કેટલાક એવા ખેલાડી છે, જેમને હજુ સુધી મેદાનમાં ઉતરવાની તક મળી નથી, પરંતુ હવે આઇપીએલની મધ્યમમાં મિડ સિઝન ટ્રાનસફર આવેશ, જેના અંતર્ગત હવે એક ફ્રેંચાઇઝી બીજી ફ્રેંચાઇઝીના ખેલાડીને કેટલાક નિયમ અને શરતો સાથે પોતાની ટીમમાં સામેલ કરી શકશે.

અગાઉઆ નિયમ ફકત ઘરેલુ મેચ રમેલા ખેલાડીઓ માટે જ સીમિત હતો, પરંતુ હવે આઇપીએલ-ર૦ર૦માં યોજાનાર મિડ-સિઝન ટ્રાનસફરમાં આંતરરાષ્ટ્રીય મેચ રમતા ખેલાડી પણ એક ટીમમાંથી બીજી ટીમમાં જઇ શકશે. ઘણા એવા ખેલાડીઓ છે, જેમને પોતાની ટીમ તરફથી મેદાનમાં ઉતરવાની તક મળી નથી.

આવા ખેલાડીઓમાં પંજાબનો ક્રિસ ગેલ, રાજસ્થાનો ડેવિડ મિલર અને દિલ્હીના રહાણે જેવા ખેલાડીનો સમાવેશ થાયછે.

આ વર્ષે યોજાનારા મિડ-સિઝન ટ્રાનસફરના કેટલાક નિયમ છે, એ નિયમ પર એક નજર કરીએ.

(૧) ખેલાડીઓની ટ્રાન્સફર ત્યારે જ કરાશે, જયારે આઇ.પી.એલ.માં રમતી બધી આઠ ટીમ પોતાની લીંગ રાઉન્ડની અડધી મેચ એટલે કે સાત-સાત મેચ પુરી કરી લે.

(ર) આ નિયમ ફકત એવા ખેલાડીઓ માટે જ માન્ય હશે, જેઓ પોતાની ટીમ તરફથી બેથી ઓછી મેચ રમ્યા હોય.

(12:56 pm IST)