Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ટ્રોલિંગ વચ્‍ચે હૈદ્રાબાદી ફેને વધાર્યુ હાર્દિક પંડયાનું માન

હિટમેન રોહિત શર્માના સ્‍થાને મુંબઈ ઇન્‍ડિયન્‍સનો કેપ્‍ટન બનેલો સ્‍ટાર આઙ્ઘલરાઉન્‍ડર હાર્દિક પંડયા હાલમાં ટ્રોલ થઈ રહ્યો છે. પ્રથમ મેચમાં કેટલાક ખોટા નિર્ણય અને રોહિત શર્માને ફીલિંગ દરમ્‍યાન દોડાવવાને કારણે સોશ્‍યલ મીડિયા પર હાર્દિક પંડ્‍યા પર હેટ-કમેન્‍ટ્‍સનો વરસાદ થઈ રહ્યો છે. આ બધા વચ્‍ચે મુંબઈ ઇન્‍ડિયન્‍સની ટીમ જ્‍યારે ગઈ કાલની મેચ રમવા હૈદરાબાદ પહોંચી ત્‍યારે હાર્દિક પંડયાના ફેન્‍સની આંખોને ઠંડક આપે એવું દૃશ્‍ય જોવા મળ્‍યું હતું. ૩૦ વર્ષના હાર્દિક પંડયાના એક હૈદરાબાદી ફેનનો વિડિયો સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થયો છે. તેણે પોતાના હાથ પર સ્‍ટાર ઓલરાઉન્‍ડરનું ટેટૂ ચીતરાવ્‍યું છે અને તે હાર્દિક પંડયાને પગે લાગે છે.  ફેનના આ પ્રેમને કારણે ટ્રોલિંગ વચ્‍ચે હાર્દિક પંડયાના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

(3:03 pm IST)