Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

આવી રહ્યો છેવધુ એક શો ‘ફાલતુ'

નિહારીકા ચોક્‍સી અને આકાશ આહુજાની મુખ્‍ય ભુમિકા

મુંબઇ તા. ૧: સ્‍ટાર પ્‍લસ પર વધુ એક શો આવી રહ્યો છે. ફાલતુ નામના આ શોને આવતીકાલે રિલીઝ કરવામાં આવશે.  આ શોના પ્રોમોએ દર્શકોમાં ઉત્‍સુકતા જગાડી દીધી હતી. શોનો દરેક પ્રોમો તેની વાર્તા અને ચતુરાઇ પર પ્રકાશ પાડે છે. આ શોમાં કટાક્ષ સાથે મસ્‍તી મજાક પણ હશે. નિહારીકા ચોક્‍સી અને આકાશ આહુજાના પાત્રો મુખ્‍ય ભુમિકામાં છે. આ બંનેની કેમેસ્‍ટ્રી દર્શકોને રસપ્રદ લાગશે. નિહારીકા ફાલતુસિંઘના રોલમાં અને આકાશ અયાન મિત્તલના રોલમાં જોવા મળશે.
શોમાં મુખ્‍ય પાત્ર એવી છોકરી એટલે ફાલતુસિંઘની મહત્‍વકાંક્ષાઓ તેના જીવનમાં આવતી મુશ્‍કેલીઓથી પણ મોટી છે અને પોતાના સપના પૂરા કરવા માટે તમામ કોશિશ કરે છે. તેનુ સપનું એક સારા કિકેટર બનાવાનુ છે, અને જીવનમાં રોજબરોજ તેની સામે આવતી અસંખ્‍ય મુસીબતો છતાંય, તે પોતાના પરિવારની નજરોમાં લાયક સાબિત થવા માટે પોતાના સપના પાછળ મહેનત કરતી રહે છે. સ્‍ટાર પ્‍લસ હંમેશા નવા મુદ્દાને પોતાના કાર્યક્રમોમાં સ્‍થાન આપેં છે. પરિણામે ફાલતુ પાસેથી પણ દર્શકોને એક નવી વાર્તાની અપેક્ષા છે. આ વાર્તા એક એવી છોકરીની છે, જેની તાકાત આખા સમાજ માટે એક ઉદાહરણ સમાન છે.

 

(11:55 am IST)