Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

સપ્તાહના છ દિ' જીમ કરુ છુ

સિરીયલ અલીબાબા દાસ્તાનના કલાકાર શહેઝાન ખાન કહે છે

(કેતન ખત્રી) અમદાવાદઃ સોની સબ પર અલીબાબા દાસ્તાન–એ–કાબુલેની રોચક વાર્તા, દર્શકોને જકડી રાખે છે સિરિયલમાં અલીબાબાની ભુમિકા ભજવતો શેહઝાન ખાન તેના ફિટનેસ વિશે વાત કરતાં કહે છે કે મારી ફિટનેશની વ્યાખ્યા એ છે કે લોકોએ ભીતરથી આરોગ્યવર્ધક રહેવું જોઇએ, મજબૂત ઇમ્યુનિટી બનાવવી જોઇએ અને હંમેશાં સક્રિય અને ઊર્જાશીલ રહેવું જોઇએ

હું મારું શૂટ પુરૂ કર્યા પછી તુરંત જિમમાં જાઉં છું. સપ્તાહના ૬ દિવસ જિમ કરુ છું. આરોગ્યવર્ધક જીવનશૈલી જાળવવા માટે હું મારું આખું ભોજનનું નિયોજન બનાવું છું. મારી માતા મને તેમાં મદદ કરે છે. તે મારે માટે શિડયુલ પણ જાળવે છે. હું શુ ખાઉ છું તેનું ધ્યાન રાખુ છું અને યોગ્ય સમયે કેલરીનું યોગ્ય પ્રમાણ સેવન કરવાની ખાતરી રાખુ છું.

(3:57 pm IST)