Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

આકાંક્ષાને એ માટે પસ્‍તાવો નથી થયો

વેબ સિરીઝ રંગબાઝ-૩ રિલીઝ થઇ ચુકી છે. આ સિરીઝમાં આકાંક્ષા સિંહે મહત્‍વની ભુમિકા નિભાવી છે. તેણે કહ્યું હતું કે આ સિરીઝમાં કામ કરવા માટે મારે વજન ઘટાડવાની અને વધારવાની સમસ્‍યા સામે આવી હતી. જો કે તેનો સમય મળતો ન હોઇ છેલ્લે બોડી સૂટ પહેરવાની ફરજ પડી હતી. જયપુરની આકાંક્ષા સિંહે ટીવી પરદે ના બોલે તુમ ના મૈને કુછ કહા શોથી ૨૦૧૨માં શરૂઆત કરી હતી. ત્‍યારદબા ગુલમહોર ગ્રાનડ, એ જિંદગી સહિતના શો કર્યા હતાં. આકાંક્ષા કહે છે ઘણીવાર તમારે અમુક કામની ઓફર મળે તો તેના માટે ના પાડવી પડે છે. મેં જેના માટે ના કહી છે તેના માટે કદી પસ્‍તાવો નથી થયો. ૨૦૧૭માં આકાંક્ષાએ ફિલ્‍મી કારકિર્દી બદ્રીનાથ કી દુલ્‍હનીયા ફિલ્‍મથી કરી હતી.  એ પછી તે તમિલ, તેલુગુ, કન્‍નડ ફિલ્‍મ પણ કરી રહી છે. તાજેતરમાં રનવે-૩૪માં પણ જોવા મળી હતી. પરંપરા અને એસ્‍કેપ લાઇવ પછી રંગબાઝ સિરીઝે તેને સારી નામના આપી છે. તે એક તેલગુ વેબ સિરીઝમાં પણ જોવા મળવાની છે. આ માટે તેણે તેલુગુ ભાષા પણ શીખી છે.

 

(10:07 am IST)