Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

તમારી શુભેચ્છા રિઝર્વ રાખજોઃ વિક્રાંત મેસ્સી

બોલીવૂડમાં મહેનત અને અભિનયથી સફળ થયેલા કલાકારોમાં વિક્રાંત મેસ્સીનું નામ પણ સામેલ છે. તાજેતરમાં તેણે પોતાની મંગેતર શિતલ ઠાકુર સાથેની એક તસ્વીર પોસ્ટ કરી હતી. જે ખુબ વાયરલ થઇ હતી. જેમાં તે શિતલ સાથે બેસી પૂજા કરતો દેખાયો હતો. તસ્વીર સાથે વિક્રાંતે લખ્યું હતું કે-મા અને બેટરહાફની સાથે, હજુ લગ્ન નથી કર્યા, આપ સોૈની શુભેચ્છાઓ રિઝર્વ રાખજો. પૂજા દરમિયાન વિક્રાંત અને શિતલ સાથે તેની માતા પણ બેઠી હતી. વિક્રાંત છેલ્લે ક્રિમીનલ જસ્ટીસની પહેલી સિઝનમાં મુખ્ય ભુમિકામાં જોવા મળ્યો હતો. તેણે તાજેતરમાંમુંબઇમાં નવું ઘર ખરીદ કર્યુ હોઇ ત્યાં ગૃહપ્રવેશ વિધી રાખી હતી. ૨૦૧૯ નવેમ્બરમાં વિક્રાંતે શિતલ સાથે સગાઇ કરી છે. ગયા વર્ષે જ તે લગ્ન કરવાનો હતો પરંતુ કોરોના નડી ગયો હતો. ૨૦૧૮માં આવેલી વેબ સિરીઝ મિરઝાપુરના તેના બબલૂના રોલથી ખુબ નામના મળી હતી. તેણે કારકિર્દીની શરૂઆત બાલિકા વધૂ શોથી કરી હતી. હવે તે હસીન દિલરૂબા ફિલ્મમાં તાપસી પન્નુ સાથે જોવા મળશે.

(10:18 am IST)