Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

ફરી પોલીસ અધિકારી બન્‍યો અમિત સાધ

અભિનેતા અમિત સાધે છેલ્લે બ્રીધ, અવરોધ, બરોટ હાઉસ સહિતના સફળ વેબ શો આપ્‍યા છે. હવે તે પોલીસ પર આધારીત ફિલ્‍મ કરી રહ્યો છે. જેનું નામ ‘મૈં' રખાયું છે. આ ફિલ્‍મમાં અમિત એક એન્‍કાઉન્‍ટર સ્‍પેશિયાલિસ્‍ટની ભુમિકા નિભાવી રહ્યો છે. અમિતે પોતાની ટીમ સાથેનો એક ફોટો સોશિયલ મિડીયા પર પોસ્‍ટ કર્યો હતો. જેમાં ફર્સ્‍ટ ડે ફર્સ્‍ટ લૂક, એક પોલીસ અધિકારી, એન્‍કાઉન્‍ટર સ્‍પેશિયાલિસ્‍ટની ભુમિકા માટેની નવી સફરની શરૂઆત. મૈં એ યુવી ફિલ્‍મ્‍સના પ્રદિપ રંગવાથી દ્વારા નિર્મીત અને સચીન સરાફ દ્વારા નિર્દેશીત છે. અમિતે આ પોસ્‍ટમાં પોતાના લૂકને પણ જાહેર કર્યો છે. ભોપાલમાં આ ફિલ્‍મનું કામ શરૂ થશે. ઇશા દેઓલ, સીમા બિશ્વાસ, મિલીન્‍દ ગુણાજી અને તિગ્‍માંશુ ધુલિયા પણ મહત્‍વની ભુમિકામાં જોવા મળશે. દિલ્‍હીનો અમિત ૨૦૧૦થી ફિલ્‍મોમાં કામ કરી રહ્યો છે. ફુંક-૨ તેની પહેલી ફિલ્‍મ હતી. એ પછી કાઇપો છે, ગુડ્ડુ રંગીલા, સરકાર-૩, ગોલ્‍ડ, યારા સહિતની ફિલ્‍મો કરી છે. એ પહેલા ૨૦૦૨માં તેણે ટીવી શોથી અભિનય શરૂ કર્યો હતો.

(10:28 am IST)