Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

સઇની ફિલ્‍મનું લંડનમાં થશે શુટીંગ

બોલીવૂડના નિર્દેશક અને એક્‍ટર મહેશ માંજરેકરની દિકરી સઇ માંજરેકરે વર્ષ ૨૦૧૨માં મરાઠી ફિલ્‍મ કકસ્‍પર્શથી શરૂઆત કર્યા પછી વર્ષ ૨૦૧૯માં તેણે સલમાન ખાન સાથે ફિલ્‍મ દબંગ-૨થી બોલીવૂડમાં એન્‍ટ્રી કરી હતી. ત્‍યારબાદ તેણે આ વર્ષે જ તેલુગુ ફિલ ઘાની અને તેલુગુ-હિન્‍દી ફિલમ મેજરમાં કામ કર્યુ છે. હવે તે ફરીથી હિન્‍દી ફિલ્‍મ કુછ ખટ્ટા હો જાયેમાં જોવા મળશે. આ ફિલ્‍મમાં સઇ માંજરેકર સાથે ગુરૂ રંધાવા પણ છે. ગુરૂ આ ફિલ્‍મથી અભિનય શરૂ કરી રહ્યો છે. સઇ અને ગુરૂ સાથે અનુપમ ખેર, ઇલા અરૂણ પણ મુખ્‍ય ભુમિકામાં છે. અનુપમ ખેરની આ પાંચસો બત્રીસમી ફિલ્‍મ છે.  આવતા વર્ષે બૈશાખી દરમ્‍યાન આ ફિલ્‍મ રિલીઝ થશે. આ ફિલ્‍મનું શૂટિંગ લંડનમાં પણ થવાનું છે. ફિલ્‍મનું નિર્દેશન જી. અશોક કરે છે. જ્‍યારે અમિતા ભાટીયા તેના નિર્માતા છે. સઇ વધુ એક વખત હિન્‍દી ફિલ્‍મમાં એન્‍ટ્રી કરીને ખુબ જ ખુશ છે.

(10:28 am IST)