Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

‘પઠાણ'નો ખેલ ૫ દિવસમાં તો ખતમ નહી થઈ જાય ને ! સાઉથથી આવી રહી છે મોટી ફિલ્‍મ

શાહરૂખ ખાન છેલ્લે અનુષ્‍કા શર્મા સાથે ૪ વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્‍મ ‘ઝીરો'માં જોવા મળ્‍યો હતો : શાહરૂખ ખાનની ‘પઠાણ' સામે સાઉથની ફિલ્‍મ ‘અખંડા'બોક્‍સ ઓફિસ પર પડકાર બનીને ઊભી છે

નવી દિલ્‍હી. તા.૧૦: ગયા વર્ષે બોક્‍સ ઓફિસ પર સાઉથની ફિલ્‍મોનો પાવર આપણે બધાએ જોયો. આટલું જ નહીં પણ સાઉથની ફિલ્‍મો પણ બોલિવૂડ પર ભારે પડી. આ વર્ષે પણ સાઉથની એક-એકથી ચડીયાતી ફિલ્‍મો રિલીઝ થવા જઈ રહી છે, જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને ત્‍યા શાહરૂખ ખાનની પઠાણ માટે સાઉથની મોસ્‍ટ અવેટેડ ફિલ્‍મ ‘અખંડા' બોક્‍સ ઓફિસ પર પડકાર બનીને ઊભી હશે.

બોલિવૂડના ‘બાદશાહ' શાહરૂખ ખાન ૪ વર્ષ બાદ મોટા પડદા પર પરત ફરી રહ્યો છે. તેની મોસ્‍ટ અવેટેડ ફિલ્‍મ ‘પઠાણ' આ મહિને ૨૫ જાન્‍યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્‍મમાં તેની સાથે ફરી એકવાર અભિનેત્રી દીપિકા પાદુકોણ જોવા મળશે. તેમજ પીઢ અભિનેતા જ્‍હોન અબ્રાહમ પણ ફિલ્‍મમાં મહત્‍વની ભૂમિકામાં જોવા મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન છેલ્લે અનુષ્‍કા શર્મા સાથે ૪ વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્‍મ ‘ઝીરા'માં જોવા મળ્‍યો હતો, પરંતુ આ ફિલ્‍મ બોક્‍સ ઓફિસ પર ખરાબ રીતે ફ્‌લોપ થઈ હતી. એવામાં  ‘પઠાણ' શાહરૂખના કરિયરની એક મોટી ફિલ્‍મ હશે અને તેના પર તેને ઘણી આશાઓ મંડાયેલી છે. પરંતુ એવું લાગે છે કે ‘પઠાણ' પર કોઈ ગ્રહણ લાગી ગયુ છે, કારણ કે દક્ષિણમાંથી એક જોરદાર તોફાન ઉભુ થઈ રહ્યુ છે જેના કારણે કદાચ શાહરૂખ ખાનનું આખું પાસુ ઊંધુ પણ પડી શકે છે. કેમ કે ‘પઠાણ'ના ૫ દિવસ પહેલા સાઉથના દિગ્‍ગજ અભિનેતા નંદામુરી બાલકળષ્‍ણાની મોસ્‍ટ અવેટેડ ફિલ્‍મ ‘અખંડા' ૨૦ જાન્‍યુઆરીએ જ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

‘પઠાણ'ના ૫ દિવસ પહેલા રિલીઝ થનારી અખંડા કદાચ આખી બોક્‍સ ઓફિસ પર જ ખેલ બદલી ન નાખે. કારણ કે જો ઁઅખંડઁ હિટ થઈ જશે તો તે ઁપઠાણઁ પહેલા તે દર્શકોને પોતાની તરફ આકર્ષી શકે છે. આ સ્‍થિતિમાં શાહરૂખ ખાન માટે આ ફિલ્‍મ બોક્‍સ ઓફિસ પર પડકારરુપ બની શકે છે.

તાજેતરમાં રિલીઝ થયેલા અખંડાના ફિલ્‍મના ટ્રેલર લોકોમાં ખૂબ જ ફેમસ થયું છે. ફિલ્‍મમાં નંદામુરી બાલકળષ્‍ણ શિવ ભક્‍ત બન્‍યા છે અને તેમનો અદા ખૂબ જ આકર્ષક છે, આવામાં આ ફિલ્‍મ પઠાણ માટે ખતરો બની શકે છે. કારણ કે વર્ષ ૨૦૨૨માં રિલીઝ થયેલ સાઉથની ફિલ્‍મ 'KGF' અને પુષ્‍પા ફિલ્‍મમાં એક્‍શન જોવા મળી હતી. આ સાથે સાથે જ અખંડ પણ કાર્તિકેય ૨ અને કાંતારા જેવી ભક્‍તિભાવથી ભરેલી છે.

આ બાજુ આજે પઠાણનું ટ્રેલર પણ રિલીઝ થવા જઈ રહ્યું છે, તો અહી જોવાનુ એ છે કે શાહરૂખની ફિલ્‍મનું ટ્રેલર કેટલું આકર્ષક હોઈ શકે છે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. કારણ કે હવે બધાની નજર ટ્રેલર પર જ ટકેલી છે.(

(5:03 pm IST)