Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ફરહાન અખ્તરએ સ્ટાફ મેમ્બર 'રામુ' ના નિધન પર વ્યક્ત કર્યું સોશિયલ મીડિયા પર દુઃખ

મુંબઈ: ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક ફરહાન અખ્તરના સ્ટાફ સભ્ય 'રામુ' નું નિધન થયું છે. ફરહાન અખ્તર તેના સ્ટાફની ખૂબ નજીક હતો. તેમણે તેમના સ્ટાફ રામુના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે ઈન્સ્ટાગ્રામ પર રામુને શ્રદ્ધાંજલિ આપતી નોંધ પણ લખી છે. ઈન્સ્ટાગ્રામ પર રામુની તસવીર શેર કરતા ફરહાને લખ્યું - 'પ્રિય રામુ ... તમે આ કુટુંબનો ભાગ ત્યારના છો જયારે મારો જન્મ પણ નથી થયો. મારું બાળપણ તમારી દેખરેખમાં પસાર થયું હતું. અમને શાળા મુકવા જવાનું, અમારી સાથે રમવાનું , અમને બાંદ્રાના મેળામાં લઈ જવું , તમે તે વ્યક્તિ છો કે જેણે મને ડિસ્કો 80 સ્મેશ હિટ 'ફંકી ટાઉન' સાથે પરિચય કરાવ્યો. તમે હંમેશાં હસતાં હતાં, જેમ કે આ પિક્ચરમાં હસવું. અમને ઘણા વર્ષોથી પ્રેમ આપવા બદલ આભાર. અમે નસીબદાર હતા જે તમારો સાથે મળ્યો. ભગવાન તમારી  આત્માને શાંતિ આપે. '

(5:48 pm IST)
  • જો સંતુલિત ટીમ ના હોય તો તમારે વધુ સક્રિય થવુ જોઈએ : આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે આઈપીએલમાં બેંગ્લોરની ટીમ ૨૦૧૬ પછી પહેલીવાર સંતુલિત છે access_time 3:32 pm IST

  • દેશમાં ૪,૯૮૨ આઈપીએસ અધિકારીઓ : ૧લી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ દેશમાં આઈપીએસ (પોલીસ ઓફીસરો)ની સંખ્યા ૪,૯૮૨ હતી તેમ મોદી સરકારે સંસદમાં જણાવ્યુ access_time 11:17 am IST

  • ર૧ સપ્ટેમ્બરથી ધો.૯ થી ૧રના વિદ્યાર્થીઓ માટે શાળાઓ નહીં ખુલેઃ કેબીનેટની બેઠકમાં ‌નિર્ણય access_time 1:15 pm IST