Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

સ્‍ટાર પ્‍લસની ‘અનુપમા'ક સિરીયલમાં અનુપમા અને અનુજ કાપડિયાને નજીક આવતા જોઇને ઘરવાળાના મનમાં અનેક સવાલો ઉઠયા

પારિતોષ બાદ હવે બા પણ વનરાજની જેમ અનુપમા વિરૂદ્ધ થયા

નવી દિલ્હી: ટીવી સિરિયલ અનુપમામાં એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે. અનુજ કાપડિયા અને અનુપમાને નજીક આવતા જોઈને ઘરવાળાના મનમાં અનેક સવાલ ઉઠે છે. બંનેને દૂર કરવામાં અનુપમાના પોતાના જ લોકો કામે લાગ્યા છે. પારિતોષ બાદ હવે બા પણ વનરાજની જેમ અનુપમાની વિરુદ્ધ થઈ છે. ત્રણેય નથી ઈચ્છતા કે અનુપમા અને અનુજ નજીક  આવે. આવનારા એપિસોડમાં તમે જોશો કે બા પણ વનરાજના સૂરમાં સૂર મિલાવશે. બા અનુપમાને અનુજ સાથે ડીલ કરવાની ના પાડશે. બા અનુપમાને કડક શબ્દોમાં કહેશે કે અનુજ સાથે ડીલ નહીં કરી શકે. આવામાં અનુપમા શું કરશે?

ડીલને લઈને ઘમાસાણ

અત્યાર સુધી જોયું કે અનુજ કાવ્યા અને વનરાજની પ્રપોઝલને ફગાવીને અનુપમાને ડીલ ઓફર કરે છે. તેના કારણે ઘરમાં ધમાલ મચી જાય છે. કાવ્યા ટોણા મારે છે અને વનરાજ અનુપમાને એલફેલ બોલે છે. અનુપમા અને વનરાજની લડાઈમાં વનરાજ અનુપમાને કહે છે કે તે આ ડીલ સાઈન કરવાની ના પાડી દે. આવામાં અનુપમા તેને કહે છે કે હવે તે તેનો પતિ નથી. ત્યારે બા પણ તેમા કૂદી પડશે અને કહેશે કે અનુજ સાથે ડીલ ન કરે. તે અનુપમાને ખુબ દબાણ કરશે.

હવે આવી પરિસ્થિતિમાં તેની બહેનપણી દેવિકા તેની મદદે આવશે. જો કે દેવિકાને આ માટે બાપુજી જ અનુપમાને સમજાવવા માટે કહેશે. બાપુજી દેવિકીને જણાવશે કે તે તેને યોગ્ય સલાહ આપે જેથી કરીને અનુપમા કોઈ ખોટો નિર્ણય ન લે. અનુપમાને ઘરમાંથી વહુ કિંજલ, પુત્ર સમર અને બાપુજીનો મજબૂત સાથ છે.

અનુપમા માનશે દેવિકાની વાત?

બાપૂજીની વાત માનીને દેવિકા અનુપમાને મળશે અને તેને સમજાવશે કે તે આ નિર્ણય લઈને પોતાના પરિવારને સપોર્ટ કરી શકે છે. દેવિકાના ખુબ સમજાવવા છતાં અનુપમા બાના કારણે ડીલ કેન્સલ કરવાનું મન બનાવશે. જ્યારે દેવિકા વારંવાર તેને સમજાવશે. દેવિકાની લાખ કોશિશ બાદ અનુપમાને વાત સમજમાં આવશે અને ડીલ કરવા માટે તૈયાર થશે.

અનુજ આપશે વધુ એક સરપ્રાઈઝ

આગળ તમે જોશો કે કાપડિયા હાઉસ અને શાહ હાઉસ રસગુલ્લા વહેંચશે. મીઠાઈ ખાઈને વનરાજ પૂછશે કે આ કઈ વાતની મીઠાઈ છે. જેના પર જવાબ આપતા અનુપમા કહેશે કે તેણે ડીલ સાઈન કરી છે અને અનુજની પાર્ટનરશીપ ઓફર સ્વીકારી લીધી છે. વનરાજ અને બાને મોટો ઝટકો લાગશે. બંનેના પગ નીચેથી જમીન સરકી જશે. અનુજ તો ખુબ મજા લઈને રસગુલ્લા ખાતો જોવા મળશે. હવે અનુજ અનુપમાને વધુ એક સરપ્રાઈઝ આપવાની તૈયારી કરી રહ્યો છે. જેના વિશે તે ગોપીકાકાને પણ વાત કરશે. આવનારો એપિસોડ ખુબ રસપ્રદ રહેવાનો છે.

(4:58 pm IST)