Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

શેફાલી, કિર્તી સાથે રામ કપૂર પણ શુટીંગમાં સામેલ થયો

ટીવી પરદાનો અભિનેતા રામ કપૂર ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ પડકારજનક પાત્રો ભજવી વાહ-વાહી મેળવી ચુકયો છે. બડે અચ્છે લગતે હૈનો સરળ સીધો રામ કપૂર વેબ સિરીઝ અભયમાં જોરદાર વિલનના રૂપમાં જોવા મળ્યો હતો. હાલમાં તે વધુ એક વેબ શો કરી રહ્યો છે. શેફાલી શાહ સાથેના આ શોનું નામ 'હ્યુમન' છે. જેનું નિર્માણ-નિર્દેશન શેફાલીના પતિ વિપુલ અમૃતલાલ શાહ કરી રહ્યા છે. આ શોનું શુટીંગ શરૂ થઇ ચુકયું છે. કિર્તી કુલ્હારી પણ મહત્વની ભુમિકામાં છે. શુટીંગના સેટ પર રામ કપૂર સતત મજાક કરી બધાને મસ્ત મૂડમાં રાખે છે.

શેફાલી શાહ શુટીંગમાંથી પાંચ મિનીટનો સમય મળતાં આરામ કરવા સુઇ ગઇ હતી. આ ક્ષણોનો રામ કપૂરે નાનકડો વિડીયો બનાવી લીધો હતો. જે જોઇને બાદમાં સમગ્ર યુનિટની ટીમ હસી પડી હતી. રામ અને શેફાલી બે દસકથી એક બીજાને ઓળખે છે. ત્રણ ફિલ્મો મોનસૂન વેડિંગ, લક્ષ્મી અને ગોડ રૂમમાં પણ સાથે કામ કર્યુ છે. હ્યુમનની કહાની માનવ ડ્રગ પરિક્ષણ અને ચિકિત્સા કોૈભાંડ પર આધારીત છે.

(10:09 am IST)