Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

દિશા પરમારની તસ્વીર થઇ વાયરલ

અભિનેત્રી અને સિંગર રાહુલ વૈદ્યની પત્નિ દિશા પરમાર સોશિયલ મિડીયા પર સતત સક્રિય રહે છે. ચાહકો સાથે તે પોતાની તસ્વીરો અને વિડીયો શેર કરતી રહે છે. ઘણીવાર તે હોટ તસ્વીરો મુકીને ચર્ચા પણ જગાવી ચુકી છે. તાજેતરમાં તેણે વનપીસમાં આવી તસ્વીરો પોસ્ટ કરતાં ધડાધડ વાયરલ થઇ હતી અને ચાહકોએ તેને પસંદ પણ કરી હતી. ડાર્કગ્રીન ફલોરલ ડ્રેસમાં તે ખુબ જ સુંદર દેખાઇ રહી હતી. લાઇટ મેકઅપ અને ખુલ્લા વાળ તેના લૂકને વધુ આકર્ષક બનાવી રહ્યા હતાં. દિશા આ લૂકમાં હોટ દેખાઇ રહી હતી. દિશા હાલમાં ટીવી શો બડે અચ્છે લગતે હૈ-૨માં કામ કરી રહી છે. આશોમાં તે નકુલ મહેતા સાથે મુખ્ય ભુમિકામાં છે. આ બંને આઠ વર્ષ પછી ફરી એક સાથે કામ કરી રહ્યા છે. અગાઉ પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારામાં સાથે કામ કર્યુ હતું.

(10:02 am IST)