Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

'હવે હું રાત-દિવસ વેક્સિનની રાહ જોઈ રહ્યો છું': વરૂણ ધવન

મુંબઈ: બોલિવૂડ અભિનેતા વરૂણ ધવન આતુરતાથી કોવિડ રસીની રાહ જોઇ રહ્યા છે. પોતાની વાત પર ભાર મૂકતાં વરુણે ઈંસ્ટાગ્રામ પર શર્ટલેસ પિક્ચર પોસ્ટ કર્યું. તસવીરમાં વરુણ પૂલની બાજુમાં પડ્યો છે અને તેના વાળ પાણીમાં છે. તેણે કેપ્શન માટે સોનુ નિગમના હિટ ગીત 'અબ મુઝ રાત દિન' ની એક લાઈનનો ઉપયોગ કર્યો હતો.વરુણે લખ્યું, "હવે હું રાત દિવસ રસીની રાહ જોઈ રહ્યો છું." અભિનેતા હાલમાં તેના પિતા ડેવિડ ધવન દિગ્દર્શિત 'કુલી નંબર 1' ના પ્રકાશનની રાહમાં છે. જે ગોવિંદા-કરિશ્મા કપૂર અભિનીત 1995 ની ફિલ્મ કુલી નંબર 1 ની રીમેક છે. રિમેકમાં વરૂણ અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે.

(5:07 pm IST)