Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

લ્‍યો બોલો... મીકા સિંઘે ખરીદયો પ્રાઇવેટ ટાપુઃ ૭ હોડી - ૧૦ ઘોડા લીધાઃ રાજા જેવો ઠાઠ

વિડીયો સામે આવ્‍યો

મુંબઇ, તા.૨૯: મીકા સીંઘ એક એવા ગાયક છે જેના સુપર હીટ ગીતોની ગણત્રી કરતા થાકી જવાય. સલમાન ખાન હોય કે અક્ષયકુમાર, દરેક સુપર સ્‍ટાર માટે તે પોતાનો અવાજ આપી ચૂકયા છે. હવે મીકા સીંઘે વધુ એક કામગીરી કરી છે. સોશ્‍યલ મીડીયા અનુસાર, મીકાએ એક પ્રાઇવેટ ટાપુ ખરીદયો છે. તેમનો એક વીડીયો પણ જાહેર થયો છે જેમાં તે કવોલીટી ટાઇમ સ્‍પેન્‍ડ કરી રહ્યા છે.

મીકા સીંઘના ઇન્‍સ્‍ટાગ્રામ ટાઇમલાઇન પર રહેલ આ વીડીયોમાં તે બોટ ચલાવતા દેખાઇ રહ્યા છે. આ પોસ્‍ટમાં પ્રાઇવેટ ટાપુની સાથે એક સરોવર, ૭ બોટ અને ૧૦ ઘોડા પણ ખરીદયા છે.

મીકા સીંઘનો આ વીડીયો સામે આવ્‍યા પછી તેમના લાખો, ફેન્‍સના પ્રતિભાવો પણ સામે આવી રહ્યા છે. મીકાને તેમના ફેન્‍સ ‘સીંગ ઇઝ કીંગ' કહીને અભિનંદન આપી રહ્યા છે. જણાવી દઇએ કે હાલમાં જ તે રિયાલીટી શો ‘સ્‍વયં - મીકા ધી વોહટી'માં પોતાની જીવનસાથી શોધતા દેખાયા હતા. આ શોમાં આકાંક્ષા પુરીની જીત થઇ હતી.

મીકા સીંઘનું અસલી નામ અમરીક સીંઘ છે તેમનો જન્‍મ પશ્‍ચિમ બંગાળમાં છે તેમને ૬ નાના ભાઇ છે. મશહુર ગાયક દલેર મહેદી તેમના મોટા ભાઇ છે. તેમણે ભાઇના બેન્‍ડમાં ગીટારીસ્‍ટ તરીકે કામ કર્યુ હતું. આ દરમ્‍યાન તેમણે ‘રબ રબ કર દી' ગીત કંપોઝ કર્યુ હતું. તેમને ઇન્‍ડસ્‍ટ્રીમાં ખ્‍યાતિ ‘સાવન મેં લગ ગઇ આગ'થી મળી હતી.

(10:11 am IST)