Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

એકશન ફિલ્મમાં દિશા અને રાશી

મોટે ભાગે રોમાન્ટીક ફિલ્મો બનાવવા માટે જાણીતા કરણ જોહરે હવે એકશન ફિલ્મમાં હાથ અજમાવવાની તૈયારી કરી છે. તેની આ ફિલ્મમાં સિધ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય હીરો છે. સાથે દિશા પટાની અને રાશી ખન્નાને મુખ્ય ભુમિકામાં સામેલ કરવામાં આવી છે. જો બધુ પાક્કુ થઇ જશે તો આ ત્રણેય પહેલી વખત એક સાથે દેખાશે. મોટા પાયે બનનારી આ ફિલ્મનું નિર્દેશન પૂષ્કર ઓઝા અને સાગર આમરે કરશે. કરણ જોહરના ધર્મા પ્રોડકશનની ઓફિસ બહાર સિદ્ધાર્થ અનેક વખત જોવા મળ્યો છે. શરૂઆતમાં આ ફિલ્મનું નામ 'યોધ્ધા' રાખવામાં આવ્યુ હતું અને એમાં શાહિદ કપૂર કામ કરવાનો હતો. જોકે શાહિદ આ ફિલ્મ ન કરી શકતાં હવે સિધ્ધાર્થને લેવાયો છે. કરણે પોતે જ ઇન્સ્ટાગ્રામ પર એકશન ફિલ્મ લાવી રહ્યાની માહિતી આપી હતી. સિધ્ધાર્થ છેલ્લે શેરશાહમાં દેખાયો હતો. તેના અભિનયના સોૈએ ભરપુર વખાણ કર્યા છે. આ ફિલ્મ પછી સિધ્ધાર્થનો સિતારો વધુ ચમકવા માંડ્યો છે.

(9:56 am IST)