Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

કંગના રનૌતના બોડીગાર્ડની ધરપકડ: લગ્નના બહાને મહિલા પર જાતીય શોષણનો આરોપ

મુંબઈ: એક્ટ્રેસ કંગના રાનાઉતનો બોડીગાર્ડ કુમાર હેગડેની પોલીસે ધરપકડ કરી છે. હેગડેની કર્ણાટકના તેના ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેના પર આરોપ મૂકાયો છે કે તેણે લગ્નની લાલચ આપીને મહિલાની છેતરપિંડી અને જાતીય શોષણ કર્યું હતું. પીડિતાએ હેગડે વિરુદ્ધ મુંબઇના ડી.એન.નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. 30 વર્ષીય મહિલા વ્યવસાયે બ્યુટિશિયન છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતાં પોલીસે જણાવ્યું હતું કે 'મુંબઈ પોલીસની એક ટીમ ગઈકાલે (શનિવારે) અહીં આવી હતી અને કુમાર હેગડેને માંડ્યાના હાગ્ગદહલ્લીથી ધરપકડ કરી હતી.'

(6:03 pm IST)