Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવનાર સ્ટાફ નર્સની પરીક્ષાની તૈયારી માટે રાજપીપળામાં ક્લાસ શરૂ કરાયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રવિવારે લાઈફ લાઈન નર્સિંગ એકેડેમી દ્વારા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવનાર ૧૦૦૮ સ્ટાફ નર્સની જગ્યાઓ માટેની પરીક્ષા માટેની તૈયારીઓના ભાગરૂપે રાજપીપળા ખાતે ક્લાસ ચાલુ કરવામાં આવ્યો છે.
જેમાં  લાઈફ લાઈન નર્સિંગ એકેડેમી દ્વારા એક સેમિનાર રાખવામાં આવ્યો હતો.આ સેમોનારમાં તાલીમાર્થીઓને પરીક્ષાને લગતી માહિતી આપવામાં આવી તેમજ સંદીપ ભાઈ દવે દ્વારા પરીક્ષામાં સફળતા કેવી રીતે મેળવવી તેના વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.હાલમાં પોલિયો તેમજ કોરોના વેક્સિનનું સેશન ચાલતું હોવા છતાં ઘણા તાલીમાર્થીઓ હાજર રહ્યા, તદઉપરાંત ડો. હેમંત વસાવા અને ભૂમિરાજભાઈ પણ વિશેસ હાજર રહ્યા હતા

(10:29 pm IST)