Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ચીકદા ગામે ઘરની જગ્યા બાબતે પરાઈ મારી ફેક્ચર કરી ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ચિકદા ગામમાં ઘરની જગ્યા બાબતે માથાકૂટ થતા માર મારી ધમકી આપનાર બે શખ્શો સામે ફરિયાદ થઈ છે

  મળતી વિગતો અનુસાર કરમસીંગ ભાઇ ધનજીભાઇ જાતે વસાવા (રહે. ચીકદા પટેલ ફળીયું ના) ઓની ફરિયાદ મુજબ તેમના ઘરની આગળ આવેલ વાડાના ભાગે  ગણપતભાઇ ગીંબલાભાઇ વસાવા નવું ઘર બનાવતા હોય જે બાબતે કરમસીંગભાઇ એ વાત કરેલ કે, તમારૂં જે જૂનું ઘર હતું તે જ જગ્યાએ તમો નવું ઘર બનાવશો તો અમોને કોઇ વાંધો નથી પરંતુ તમો અમારા હદમાં આવેલ વાડા સુધી ઘર બનાવો છો તે જગ્યા અમારી હદમાં આવે છે તેમ કહેતા ગણપતભાઇ એકદમ ઉશ્કેરાઇ જઇ લોખંડની પરાઇનાં ડાબા હાથે બે સપાટા મારી દઇ ઇજા પહોંચાડી ફેકચર કરેલ તેમજ વિનોદભાઇ વિજયભાઇ વસાવા( બન્ને રહે.ચીકદા પટેલ )એ પણ શરીરે ઢીકાપાટુનો માર મારી આજે તો તમો બચી ગયો છો અને બીજી વાર આ ઘરની જગ્યા બાબતે અમોને કંઇ કહેશો તો અમો તમોને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપતા પોલીસે બંને ઈસમો સામે ગુનો દાખલ કર્યો છે .

(8:18 pm IST)