Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ટ્રાફિક બુથ સળગાવી બ્લાસ્ટ કરી નાખીશ: પોલીસને ધમકી આપનાર આકાશ અજમેરાની ગણતરીના કલાકોમાં ધરપકડ

ટ્રાફિક બુથ સળગાવી નાખીશ અને બ્લાસ્ટ કરાવી નાખીશ,તેવી ધમકી આપી ગાળો બોલી અને ફોન કાપી નાખ્યો હતો.

અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ કંટ્રોલરૂમમાં અજાણ્યા શખ્સે ફોન કરીને મેસેજ આપ્યો હતો કે શિવરંજની ટ્રાફિક બુથમાં આગ લાગી છે. જેથી પોલીસે કંટ્રોલ મેસેજ એન ડિવિઝન ટ્રાફિકની ગાડીને આપતા તેઓ શિવરંજની ટ્રાફિક બુથ આગળ નિકળ્યા હતા. જોકે ત્યાં પહોંચતા ટ્રાફિક બુથમાં આગ લાગવાની કોઈ ધટના ન હોવાનું સામે આવ્યુ હતું

પોલીસે આગનો કંટ્રોલ મેસેજ કરનારા નંબર પર ફોન કરી સંપર્ક કરતા ફોન કરનાર શખ્સે પોલીસને કહ્યુ હતુ કે "તમે ટ્રાફિક પોલીસના માણસો મને દરરોજ હેરાન કરો છો", "હું રાત્રિના આવીને ટ્રાફિક બુથ સળગાવી નાખીશ અને બ્લાસ્ટ કરાવી નાખીશ, તમારાથી થાય તે ઉખાડી લેજો" તેવી ધમકી આપી ગાળો બોલી અને ફોન કાપી નાખ્યો હતો.

  આ આ અજાણ્યા ઈસમે ખોટો મેસેજ કરીને પોલીસને ગેરમાર્ગે દોર્યો હોવાથી તેમજ ટ્રાફિક બુથ સળગાવી દેવાની ધમકી આપી અને ગાળાગાળી કરી હોય જેથી સેટેલાઇટ પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. આ ગણતરીના કલાકોમાં જ પોલીસે ધમકી આપનારની ધરપકડ કરી છે. આકાશ અજમેરા નામના વ્યક્તિની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

(1:39 pm IST)
  • દેશમાં કોરોનાના સતત વધતા કેસથી ચિંતા :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,563 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,23,619 થઇ :એક્ટિવ કેસ 1,65,199 થયા વધુ 11,990 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,96,588 થયા :વધુ 80 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,275 થયા access_time 1:28 am IST

  • છેલ્લા ર૪ કલાકમાં ૧પપ૧૦ કેસઃ ૧૦૬ના મોતઃ દેશમાં કુલ કેસ ૧,૧૦,૯૬,૭૩૧ થયા નવી દિલ્‍હી : છેલ્લા ર૪ કલાકમાં ૧પપ૧૦ નવા કેસ સામે આવ્‍યા છે. આ દરમિયાન ૧૦૬ લોકોના મોત થયા છે. દેશમાં કુલ કેસની સંખ્‍યા વધીને ૧,૧૦,૯૬,૭૩૧ થઇ છે. કુલ મૃત્‍યુઆંક ૧,પ૭,૧પ૭ થયો છે. હાલ એકટીવ કેસ ૧,૬૮,૬ર૭ છે. અત્‍યાર સુધીમાં ૧,૪૩,૦૧,ર૬૬ લોકોનું રસીકરણ થયું છે. access_time 12:00 am IST

  • મમતા બેનરજીનો ધ્રુજારો : લાલુપ્રસાદ યાદવના આરજેડી પક્ષના તેજસ્વી યાદવને સાથેની બેઠક પછી પશ્ચિમ બંગાળના તેજતર્રાર મુખ્યમંત્રી મમતા બેનરજીએ સ્પષ્ટ કહ્યું હતું કે ચૂંટણી પંચનો કંટ્રોલ ભાજપ કરે તેવું અમને માન્ય નથી. access_time 7:41 pm IST