Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

પેટ્રોલ-ડિઝલ-રાંધણ ગેસના ભાવવધારા અને યુવાનોને રોજગારી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્‍ય ગુલાબસિંહ રાજપૂતનો નવતર વિરોધઃ સાયકલ ઉપર વિધાનસભા આવ્‍યા

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું આજથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. જે પહેલી એપ્રિલ સુધી ચાલશે. આજથી શરૂ થનારા બજેટ સત્રમાં હાજરી આપવા માટે કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે નવતર પ્રયોગ કર્યો.

બજેટ સત્રમાં હાજરી આપવા માટે કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સાયકલ લઈને પહોંચ્યા. યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ ગુલાબસિંહ દ્વારા મોંઘવારીના મુદ્દાને હાઈલાઈટ કરવા માટે આ પ્રયોગ કર્યો. પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના વધી રહેલા ભાવોના બેનર સાથે તેઓએ સાયકલ પર સવાર થઈને વિધાનસભા તરફ કૂચ કરી. ગુજરાતમાં યુવાનોને રોજગારી નથી મળતી તે મુદ્દો પણ બેનરમાં આવરી લીધો.

ગુલાબસિંહ કહ્યુ હતું કે, આગામી દિવસોમાં પણ આંદોલન વધુ ઉગ્ર બનાવવાનો પ્રયત્ન કરાશે. કૃષિ બિલ પાછું ખેંચવાની માગણી પણ તેઓ દ્વારા કરવામાં આવી. સાયકલ કૂચ દ્વારા વિધાનસભા સુધી બેનરો સાથે યુથ કોંગ્રેસના કાર્યકરોને લઈને તેઓ નીકળ્યા.

(5:01 pm IST)