Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

શ્રાવણ માસ ચાલતો હોવાથી પાણીમાં ડૂબેલા તલકેશ્વર મહાદેવ મંદિરમાં કામ ચલાઉ મહાદેવની સ્થાપના કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ભારે વરસાદમાં કરજણ ડેમમાથી મોટી માત્રામાં પાણી છોડયું હતું જેમાં કરજણ કાંઠાનાં ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા આ સમયે રાજપીપળા કરજણ બ્રિજની નીચે આવેલા તલકેશ્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું હતું જેમાં મહાદેવનું શિવલિંગ જેસીબીની મદદથી શોધી સફાઈ કરી મંદિરનાં સ્થાન ઉપર મૂકવામાં આવ્યું હતું ત્યાર બાદ તલકેશ્વર મહાદેવ ભગવાનની ગાદી(બેઠક ) જે મહારાજા સાહેબ દ્વારા સ્થાપીત કરવામા આવી હતી જેને જેસીબી દ્વારા બહાર કાઢી મંદિર પરીસર મા મુકવીમા આવી હતી પરંતુ હાલમાં શ્રાવણ માસ ચાલતો હોય ભક્તો માટે આ પ્રાચીન મંદિર મહત્વ ધરાવતું હોવાથી મંદિરમાં કામ ચલાઉ મહાદેવનાં શિવલિંગની સ્થાપના પેટ્રોલ પંપ વાળા બંટીભાઈ,નયનભાઈ ભૈયા, કનૈયાલાલ કહાર દ્વારા કરાઈ છે જેથી આવતીકાલે શ્રાવણ માસના પહેલાં સોમવારે ભક્તો પૂંજા કરી શકે

 

(10:11 pm IST)