Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ગાંધીનગર મહાનગરપાલીકાના ચૂંટણી પ્રચારમાં ડોર ટુ ડોર સંપર્ક યાત્રા અને રેલીમાં જોડાઇ પ્રચાર : પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા

રાજકોટ : ગાંધીનગર મહાનગરપાલીકાની ચુંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ ગઈકાલે વોર્ડ નંબર ૯ના ઉમેદવારો ઉર્પલભાઈ જોષી, રાજેશભાઈ પ્રજાપતિ, વૈશાલીબેન પરીખ, હિનાબેન પટેલના ચુંટણી પ્રચારમાં  મહીલા કોંેગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા મહિલા કોંગ્રેસ ની ટીમ સાથે જોડાઈ ડોર ટુ ડોર મતદારોનો સંપર્ક કર્યો હતો. તે વખતની તસ્વીર. આ તકે ગાયત્રીબાએ ભાજપ સરકારની જનતા સાથેની છેતરપિંડી, પ્રજા દ્રોહ, વ્યાપી રહેલો ભ્રષ્ટાચાર દરેક મહાનગરના રોડ રસ્તા ઓની હાલત, કથળતુ આરોગ્ય તંત્ર અને વધતા કર-વેરા કરોડના પ્રોજેકટમાં સતાધિસોને રસ પરંતુ રોડના સામાન્ય ખાડાઓ બુરવામા કે ગટર ગંદકી અને કચરાના ઢગલાઓ બાબતે પ્રજાને હકિકત  જણાવી સ્વચ્છ પ્રતિભા ધરાવતા સ્થાનિક ઉમેદવારો ને મત આપી જંગી બહુમતી થી વિજય બનાવે અને  ગુજરાતના પાટનગર ગાંધીનગર મહાનગરપાલીકાને ભ્રષ્ટાચાર મુકત - શુસાસન યુકત બનાવવાના કોંગ્રેસ પાર્ટીના સુત્રને સાર્થક કરવામાં સહકાર આપી ગાંધીનગર ની સમજુ શિક્ષિત જનતા રાજ્યની આવનારી વિધાન સભાની ચુંટણી પહેલા ગાંધીનગરથી જ પરિવર્તનનો સંદેશ આપસેજ એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. આ પ્રચારમાં પ્રદેશ મહીલા પ્રમુખ સાથે અમદાવાદ શહેર મહીલા કોગ્રેસ પ્રમુખ હેતાબેન પરીખ તેમની ટીમ સાથે જોડાયા હતા  તેમજ મહીલા કોંગ્રેસ સૌરાષ્ટ્ર ઝોન સોશિયલ મિડિયા ઈન્ચાર્જ હીરલબેન રાઠોડ સહિત મહીલા કોગ્રેસના કાર્યકર બહેનો મોટી સંખ્યામા જોડાયા હતા.

(3:19 pm IST)