Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

હાલ બ્રેક ફેસ ચાલુ, સિસ્ટમ્સ સક્રિય બનશે એટલે સારો વરસાદ થશેઃ ૮મી બાદ લો પ્રેસરની શકયતાઃ મનોરમા મોહંતી

રાજકોટઃ સારા વરસાદ માટે મજબૂત સિસ્ટમ્સ પણ જરૂરી છે. અરબી સમુદ્રમાં અથવા તો બંગાળમાં સક્રિય થતી સિસ્ટમ ગુજરાતમાં સારો વરસાદ આપે છે. જો કે ચોમાસના આગમન દરમિયાન સારો થયો ત્યારે બાદ ગુજરાતમાં વરસાદી માહોલ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થયો હજી પણ આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. પરંતુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે. અત્યારે કોઈ સિસ્ટમ્સ સક્રિય નથી અને સિસ્ટમ્સ સક્રિય થયા બાદ સારો  વરસાદ થશે. ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ ૧૦૨.૫ મી.મી. વરસાદ થયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૩૦ મી.મી. વરસાદ થવો જોઈએ. ગુજરાતમાં ૨૧ ટકા વરસાદની ઘટ છે.

હવામાન વિભાગના ડાયેરકટર મનોરમા મોહન્તિએ જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે ગુજરાતી સારો વરસાદ થાય છે. પરંતુ અત્યાર સુધી લો પ્રેશર બન્યું નથી અને ૭ થી ૮ જુલાઈ સુધી બનવાની સંભાવના પણ નથી. ૮ જુલાઈ બાદ લો પ્રેશર બનવાની શકયતા છે એટલે જુલાઈના બીજા સપ્તાહના અંતમાં સારા વરસાદની શકયતા છે. વરસાદ એક ફેસમાં આવે અને બીજા ફેસમાં ઘટી જતો હોય છે તો અત્યારે બ્રેક ફેસ ચાલે છે. સિસ્ટમ્સ સક્રિય થશે એટલે સારો વરસાદ થશે.

(3:49 pm IST)