Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

અમદાવાદ મનપાનો વધુ એક સપાટો : સિંધુભવન રોડ પાસેના 40 કરોડનો પ્લોટ ખુલ્લો કરી પઝેશન મેળવ્યું

એસ્ટેટ વિભાગ દ્વારા 8422 ચો.ફૂટનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું

અમદાવાદ: કોર્પોરેશનના એસ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની ટ્રાય ચલાવી રહી છે. આજે અમદાવાદ કોર્પોરેશન દ્વારા અલગ-અલગ ઝોનમાંથી 8422 ચો. ફૂટનું દબાણ દૂર કરવામાં આવ્યુ હતું. આજે ડિપાર્ટમેન્ટ દ્વારા રાણીપ, સિંધુભવન રોડ, વેજલપુર, ઓઢવ વગેરે વિસ્તારમાંથી રહેણાંક તેમજ કોમર્શિયલ ગેરકાયદેસર નું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.

અમદાવાદના જુદા-જુદા વિસ્તારમાં ગૈરકાયદેસર બાંધકામ કરી કોર્પોરેશનની પચાવી પાડેલી જગ્યાને ખાલી કરાવવા એસ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મંગળવારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલા થલતેજ વોર્ડમાં ટીપી 216 ઓરનેટ પાર્ક સામે સિંધુ ભવન રોડ પર પાસેના મ્યુનિસિપલ કોર્પરેશનના પ્લોટમાંથી 3470ચો ફૂટનું દબાણ દૂર કરી ને 40 કરોડની કિંમતના પ્લોટનું પઝેશન મેળવ્યું હતું.

અમદાવાદ: કોર્પોરેશનના એસ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની ટ્રાય ચલાવી રહી છે. આજે એટલે મંગળવારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા અલગ-અલગ ઝોનમાંથી 8422 ચો. ફૂટનું દબાણ દૂર કરવામાં આવ્યુ હતું. આજે ડિપાર્ટમેન્ટ દ્વારા રાણીપ, સિંધુભવન રોડ, વેજલપુર, ઓઢવ વગેરે વિસ્તારમાંથી રહેણાંક તેમજ કોમર્શિયલ ગેરકાયદેસર નું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.

(10:18 pm IST)