Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

વડોદરાના આજવારોડ એકતાનગરમાં ગાંજો વેંચતા દંપતીને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યું

વડોદરા: શહેરનાઆજવારોડ એકતાનગરમાં  ગાંજો વેચતા દંપતીને પોલીસે ઝડપી પાડી ૪૦ ગ્રામ ગાંજો કબજે લીધો છે.

બાપોદ પોલીસને માહિતી મળી હતી કે,આજવારોડ એકતાનગરમાં નૂર કોસ્મેટિક નામની દુકાનની સામે રહેતા પપ્પુ ઇસ્માઇલભાઇ શેખ તથા તેની પત્ની સાલિયાબાનુ પોતાના મકાનમાં ગાંજો રાખી તેનું વેચાણ કરે છે.જેથી,પી.આઇ.યુ.જે.જોશીની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે  રેડ પાડતા ઘરમાંથી ૪૦ ગ્રામ ગાંજો કિંમત રૃપિયા ૪૦૦ નો મળી આવ્યો હતો.પોલીસે હાથ ધરેલી  પૂછપરછ દરમિયાન એવી વિગતો  પ્રકાશમાં આવી છે કે,હાઇવે  પર એક અજાણ્યા ટ્રકચાલક પાસેથી ગાંજો લીધો હતો.બાપોદ પોલીસે દંપતીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે દંપતી પાસેથી ગાંજો ઉપરાંત રોકડા  ૯૫૦ મળીને કુલ રૃપિયા ૧,૩૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.આરોપીઓ કેટલા સમયથી ગાંજો વેચતા હતા ? કોને આપતા હતા ?તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:56 pm IST)