Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

લો બોલો....વડીયા જકાતનાકા પાસેની હોટલમાથી લીધેલી પાણીપુરીમાં જીવાતો નિકળી, હોટલ સંચાલકે ગ્રાહકને કહ્યું સોરી..!!

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાનું નામ સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ વિશ્વભરમાં જાણીતું થયું છે પરંતુ જિલ્લાના આ વડા મથકમાં તંત્ર દ્વારા ખાસ કોઈ ચેકીંગ થતું ન હોવાથી લોકોના સ્વાસ્થ્ય બાબતે સવાલ ઉઠ્યા છે
રાજપીપળા નજીકના વડીયા જકાતનાકા નજીક આવેલી એક હોટલમાથી નજીકના જીતગઢ ગામના એક ગ્રાહકે બાળકો માટે પાણીપુરી પાર્સલ કરાવી ઘરે લઈ ગયા બાદ તેમના બાળકો ખુશ થઈ ગયા ત્યારબાદ પાણીપુરી ખાવા જતા પૂરીને તોડી તો અંદર ઢગલાબંધ લાલ કીડીઓ નું ઝુંડ જોવા મળતાં ગભરાયેલા બાળકોએ હાથમાં લીધી પૂરી ફેંકી દીધી હતી અને પાણીપુરી ખાવાની બાળકોની ખુશી નારાજગી માં ફેરવાઈ ગઈ હતી.
પાણીપુરી માં આમ આટલી બધી કીડી જોઈ અકળાઈ ઉઠેલા ગ્રાહકે હોટલ સંચાલક ને જાણ કરી તો તેમણે ફકત સોરી કહી સંતોષ માન્યો હતો,કદાચ આ પાણીપુરી જોયા વિના બાળકો ખાઈ જતા તો તેમના સ્વાસ્થ્ય પર તેની શું અસર થઈ હોત. માટે લાગતા વળગતા અધિકારીઓ હાઇવે માર્ગો પર ચાલતા ઢાબા અને લારીઓ પર ચેકીંગ કરી યોગ્ય ગુણવત્તા વાળો ખોરાક વેચાઈ છે કે નહિ તે બાબતની ચકાસણી કરે એ જરૂરી છે.

   
(10:30 pm IST)