Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

રાજ્યમાં પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ :અસરગ્રસ્ત ૨૦ જીલ્લાઓ પૈકી ૧૦ જીલ્લાઓમાં એકપણ મરણ નથી;બે જિલ્લાઓમાં નવા કેસ નોંધાયો નથી.

પશુપાલકોના પશુ આ રોગની સારવારથી વંચિત ન રહે તે માટે ટોલ ફ્રી નંબર ૧૯૬૨ અને રાજય કક્ષાએ સ્ટેટ કંટ્રોલ રૂમમાં ટોલ ફ્રી ૯૪૦૯૯૦૩૨૩૪ અને ૯૪૦૯૯૦૪૨૩૪ કાર્યરત

અમદાવાદ : રાજયના પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ સંદર્ભેની નોંધ તા. ૦૩.૦૮.૨૦૨૨, ૧૦.૦૦ કલાકે રાજયના કચ્છ જીલ્લામાં સૌ પ્રથમ ૨૩, એપ્રિલ ૨૦૨૨ના રોજ લમ્પી સ્કીન ડીસીઝ કેસ ભાવનગર વલસાડ સુરત ઉતરોત્તર કુલ ૧૬૧ ૫૯૬ ૫૮૫૪૬ ૧૭૮૪ નોંધાયેલ છે. હાલની સ્થિતિએ રાજયના કુલ ૨૦ અસરગ્રસ્ત જિલ્લાઓ જેમાં ; કચ્છ જામનગર દેવભુમિ દ્વારકા રાજકોટ પોરબંદર મોરબી સુરેન્દ્રનગર અમરેલી બોટાદ જુનાગઢ ગીર સોમનાથ બનાસકાંઠા પાટણ અરવલ્લી પંચમહાલ મહીસાગર મહેસાણા

 આ ૨૦ અસરગ્રસ્ત જિલ્લાઓના પશુઓના લમ્પી સ્કીન ડીસીઝ સંદર્ભેની વિગત ; વિગતવાર આજનું કુલ અસરગ્રસ્ત તાલુકાઓની સંખ્યા ૧૦૩ અસરગ્રસ્ત ગામોની સંખ્યા ૨૨૪૪ * અસરગ્રસ્ત પશુઓની સંખ્યા પશુઓની આપેલ સારવાર ૨૫૯૬ ૫૮૫૪૬ * સ્વસ્થ થયેલ પશુની સંખ્યા ૪૧૧૦૬ હાલમાં એક્ટીવ કેસોની સંખ્યા ૧૫૭૬૧ નોંધાયેલ પશુ મરણ ૧૬૭૯ *પશુઓમાં કરેલ રસીકરણ ઉક્ત સ્થિતિએ રાજયના અસરગ્રસ્ત ૨૦ જીલ્લાઓ પૈકી ૧૦ જીલ્લાઓમાં એકપણ મરણ નથી. અને બે જિલ્લાઓમાં નવા કેસ નોંધાયેલ નથી.

  રાજય કક્ષાએ ટાસ્કફોર્સની લમ્પી સ્કીન ડીસીઝના ઝડપથી ફેલાવા સંદર્ભે સારવાર પ્રોટોકોલ, ટેકનીકલ ગાઈડન્સ ક્ષેત્રિય કક્ષાએ પૂરું પાડવું અને ડિસીઝ પેટર્નના અભ્યાસ કરવામાં આવી રહેલ છે. હાલની પરિસ્થિતિને લઇ રાજયભરના પશુપાલકોના પશુ આ રોગની સારવારથી વંચિત ન રહે તે માટે ટોલ ફ્રી નંબર ૧૯૬૨ અને રાજય કક્ષાએ સ્ટેટ કંટ્રોલ રૂમમાં ટોલ ફ્રી ૯૪૦૯૯૦૩૨૩૪ અને ૯૪૦૯૯૦૪૨૩૪ કાર્યરત કરીને લમ્પી સ્કીન ડિસીઝના નિયંત્રણ અર્થે સીધું મોનીટરીંગ અને સુપરવિઝન કરવામાં આવે છે. રાજયના દરેક જીલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં મોનીટરીંગ કમિટી આ રોગના નિયંત્રણ અર્થેની કામગીરી સુપરવિઝન અને માર્ગદર્શન આપવામાં આવે છે રાજયના વધુ અસરગ્રસ્ત ૧૪ જિલ્લાઓમાં પશુ હેરફેર નિયંત્રિત કરવા તા. ૨૬/૦૭/૨૦૨૨થી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

(12:12 am IST)