Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

અને, ૫૭ મહિલા પોલીસ સ્‍ટાફના ભાઈ બની પોલીસ કમિશનર દ્વારા સમસ્‍યા ઉકેલની ખાત્રીરૂપી ભેટ આપી

અમદાવાદના ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી દ્વારા રક્ષા બંધન તહેવાર અંતર્ગત ખાસ મહિલા સ્‍ટાફ માટે જ વિશેષ રજૂઆત કાર્યક્રમ યોજાયો : નાના બાળકો સાથે આવેલ મહિલા સ્‍ટાફની ફરજ અને નિવાસ સ્‍થાન દૂર, સરકારી આવાસ મળે તેવી રજૂઆત,પારિવારિક માંદગી સહિતની મુશ્‍કેલીની દાસ્‍તાન ખૂબ શાંતિથી આ આઇપીએસ અધિકારીએ સંભાળી

રાજકોટ, તા.૪:  હર હંમેશ કંઇક નવુ, કંઇક અનોખુ અને પ્રજા તથા પોલીસ બન્ને અરસ પરસ એક બીજા વચ્‍ચે સેતુરૂપ બન્ને અને પોતાની સમસ્‍યાઓને કારણે ફરજ સમયે લોકો સાથેના વ્‍યહવારમા તે બાધારૂપ ન બન્‍ને એવા ઉમદા હેતુ સાથે અમદાવાદના ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી દ્વારા વધુ એક અનુકરણીય પ્રયાસને મહિલા પોલીસ સ્‍ટાફ તથા તેમના પરિવાર દ્વારા ખૂબ આવકાર મળ્‍યો છે.          

પ્રજાના કર્યો કરતા પોલીસ તંત્રની પોતાની સમસ્‍યાઓ પણ ઘણી હોય છે, એમાંય મહિલા પોલિસ સ્‍ટાફ માટે આ મુશ્‍કેલી વધારે હોય છે, ઘણા મહિલા સ્‍ટાફને નાના બાળકો હોય છે,તેમના નિવાસ સ્‍થાન અને ફરજનું સ્‍થળ ખૂબ દૂર હોય છે, ઘણા મહિલા સ્‍ટાફને પોતાના પરિવાર કે પરિવારમાં કોઈ માંદગી હોય ત્‍યારે તેમના ફરજનો સમય બદલી આપવામાં આવે તો પણ આ સમસ્‍યા દૂર બનતી હોય છે, કેટલાક મહિલા સ્‍ટાફને સરકારી આવાસ તુરંત મળે તો ટુંકી આવકમાં આ મુશ્‍કેલી વધુ ભાડા ભરવામાંથી મુક્‍તિ મળે છે, સમસ્‍યા ભલે નાની લાગતી હોય પણ એમના માટે ખૂબ મોટી હોય છે.                    

અમદાવાદના સિનિયર મોસ્‍ટ અને ડીજીપી લેવલના પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્‍તવ રજા પર જતા પરંપરા બદલી ગાંધીનગર દ્વારા કોઈ વિવાદ ન સર્જાય તે માટે લાંબી વિચારણા બાદ બિન વિવાદાસ્‍પદ અને લોકોમાં સારી છબી ધરાવતા આઇજી અજય ચૌધરીની પસંદગી ઇન્‍ચાર્જ તરીકે કરવામાં આવી છે. પોતાની પસંદગી જાણે સાર્થક કરતા હોય તેમ દારૂ,જુગાર કોઇ સંજોગોમાં નહિ ચલાવાય તેવી ડીસીપી થી પીઆઇ સુધીના અધિકારીઓની બેઠકમાં જાહેરાત કરી દીધી તે જાણીતી બાબત છે.                        ભ્‍. ફરી મૂળ વાત પર કરીએ તો આગામી રક્ષા બંધન તહેવાર અંતર્ગત મહિલા પોલિસ સ્‍ટાફ માટે અજય ચૌધરી દ્વારા તેમના ભાઈ બની તેમની સમસ્‍યારૂપ રાખડી સ્‍વીકારી અને તેમની સમસ્‍યાના ઉકેલ રૂપ આગોતરી ભેટ આપવા ખાસ મહિલા પોલિસ સ્‍ટાફ માટે રજૂઆત કરવા પોલીસની ભાષામાં જેને  અર્થાત્‌ ઓર્ડરલી રૂમનું આયોજન ફકત મહિલા માટે કરેલ, બિન જરૂરી ભીડ ન સર્જાય અને ફરજ સ્‍થળે અસર નપડે તે માટે હાલ તુરંત ૫૭ મહિલા સ્‍ટાફની રજૂઆત સાંભળી તેમને ભાઈ તરફથી સમસ્‍યા ઉકેલની ખાત્રી રૂપી ભેટ આપવામાં આવેલ, આ બાબતની નોંધ ગૃહમંત્રાલય સુધી લેવામાં આવી છે.

(11:42 am IST)