Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

ધો. ૧૨ના પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર

ધો. ૧૨ સાયન્‍સનું ૨૯.૨૯% અને સામાન્‍ય પ્રવાહનું ૬૨.૭૨% પરિણામ જાહેર થયું

ગાંધીનગર તા.૪  : ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચ માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્‍ય પ્રવાહની જુલાઇ પૂરક-૨૦૨૨ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવાયું છે. પરિણામને બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર મૂકી દેવાયું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા યોજવામાં આવી હતી. માર્ચ-૨૦૨૨માં જે વિદ્યાર્થીઓ ૧ અથવા ૨ વિષયમાં નાપાસ થયા હતા તે વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં ધોરણ ૧૨માં સામાન્‍ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં ૫૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ સવારે ૮ વાગ્‍યે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરી દેવાયું છે.

ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ૧૩,૫૦૦થી વધુ પરીક્ષાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહ

એચ.એસ.સી. પરીક્ષા જુલાઇ ૨૦૨૨ સામાન્‍ય પ્રવાહનું પરિણામ આજરોજ પ્રસિધ્‍ધ કરવામાં આવેલ છે. આ પરીક્ષામાં રાજ્‍યના જિલ્લા મથકો ઉપર લેવામાં આવેલ હતી. જેમાં ૪૧૧૬૭ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૩૭૪૫૭ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્‍થિત રહ્યા હતા તે પૈકી ૨૩૪૯૪ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થાય છે. આમ, જુલાઇ ૨૦૨૨ પરીક્ષાનું સમગ્ર રાજ્‍યનું પરિણામ ૬૨.૭૨% આવેલ છે.

ધો. ૧૨ સાયન્‍સ

એચ.એસ.સી. પરીક્ષા જુલાઇ-૨૦૨૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે પ્રસિધ્‍ધ કરવામાં આવેલ છે. આ પરીક્ષા રાજ્‍યના જિલ્લા મથકો ઉપર લેવામાં આવેલ હતી, જેમાં ૧૪૦૩૯ પરીક્ષાર્થીઓ નોંધાયેલ હતા તે પૈકી ૧૨૨૫૦ ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્‍થિત રહ્યા હતા અને ૩૫૮૮ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થાય છે. આમ જુલાઇ ૨૦૨૨ પરીક્ષાનું સમગ્ર રાજ્‍યનું પરિણામ ૨૯.૨૯ ટકા આવેલ છે.

(11:45 am IST)