Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

નેશનલ હાઇવેની કવોલીટી ચેક કરવા મુકાશે મોબાઇલ ઇન્‍સપેકન વાન

જો રોડ કવોલીટી બરાબર નહી હોય તો સંબંધિત લોકોને રીઝલ્‍ટ શેર કરાશે ગુજરાત આવુ કરનાર દેશનુ પહેલુ રાજય બનશે

અમદાવાદ તા. ૪ : નેશનલ હાઇવેની કવોલીટી ચેક કરવા માટેની વાન ધરાવનાર ગુજરાત દેશનું પહેલું રાજય બનશે. આ મોબાઇલ ઇન્‍સ્‍પેકશનવાનો ઉપયોગ કરીને દરમહિને દરેક રાજયમાં ર૦૦૦ કિલોમીટરનો હાઇવે ચેક કરવામાં આવશે.

બુધવારે આના માટે એક એગ્રીમેન્‍ટ પર સહીઓ કરવામાં આવી છે. ટેસ્‍ટના રીઝલ્‍ટ અને જો રોડમાં કોઇ વાંધો હોય તો તેના એલર્ટ વિભીન્ન સંબંધિત વિભાગોને રોડ પરિવહન અને નેશનલ હાઇવે મંત્રાલય દ્વારા વિકસાવામાં આવેલ પોર્ટલ પર શેર કરવામાં આવશે.

મંત્રાલય દ્વારા મોબાઇલ ઇન્‍સ્‍પેકશન વાન (એમઆઇવી) ની સેવાઓ નેશનલ હાઇવેના કવોલીટી ઇન્‍સ્‍પેકશન નોનડીસ્‍ટ્રકટીવ ટેસ્‍ટીંગ (એનડીટી) દ્વારા કરવા માટે પાઇલોટ બેઝીસ પર લેવામાં આવી છે દેશના નેશનલ હાઇવે ને વૈશ્વિક કવોલીટીના બનાવવા માટેના મંત્રાલયના ઉદ્દેશના ભાગ રૂપે આ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત ઉપરાંત રાજસ્‍થાન, ઓરીસ્‍સા અને કર્ણાટકમાં પણ આ સુવિધા શરૂ કરવામાં આવનાર છ.ે

(11:45 am IST)