Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

વડિલોપાર્જીત સ્થાવર મિલ્કત જાગનાથ-૧૪ 'વૃજ વિલા' અંગેના કેસમાં નિર્દોષ છોડી મુકવા હુકમ

ભાડુઆત તરીકે રહેતા ન હોવા છતા આરોપીઓ વિરૃધ્ધ ફોજદારી ફરિયાદ કરી હતી

રાજકોટ,તા.૪: આ કેસના ફરીયાદી સર્મપણ સોસાયટી, રૈયા રોડ, રાજકોટ '''' અને ''શ્રી'' નામના મકાનમાં રહેતા હંસાબેન ભાલચંદ્ર વૈદએ રાજકોટ શહેરના જાગનાથ પ્લોટ શેરી નં.૧૪માં આવેલ 'વૃજ વિલા' મકાનમાં ભાડુઆત તરીકે રહેતા ન હોવા છતા તે મકાનમાં તેઓ રહે છે અને મકાનનો કબજો  ધરાવે છે તેવા કારણોસર ખોટી અને ઉપજાવી કાઢેલ વિગતવાળી ફરીયાદ તેમના કુટુંબીજન શ્રી શૈલેષ હરેમોરારી, તેમના પત્નિ નયનાબેન, તેમના પુત્રી જલકબેન અને પરેશ હરેમોરારી વછરાજાની ઉપર આઇ.પી.સી.ની કલમ ૪૫૭,૪૫૪ વિગેરે મુજબ ફોજદારી કેસ નં.૭૨૫૫સને ૨૦૧૧ તા. ૨૧-૧૨-૨૦૧૦ થી કરેલ હતી. સદરહુ ફરીયાદના કામે ફરીયાદી અને આરોપીઓની અરજી દસ્તાવેજી પુરાવાઓ, સાક્ષી સાહેદ, ફરીયાદીની જુબાની વિગેરે ધ્યાને લઇ આ કામના આરોપીઓને ેચીફ જ્યુડી. મેજી.શ્રી એસ.વી. મનસુરી સાહેબ દ્વારા તા. ૧૯-૦૪-૨૦૨૨ના રોજ નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે.

આ કેસની વિગત એવી છે કે આ કામના ફરીયાદીએ વડીલો પાર્જીત સ્થાવર મિલ્કત મકાનમાં ભાડુઆત તરીકે રહેતા નહી હોવા છતા આરોપીઓ વિરૃધ્ધ ફોજદારી કાયદા મુજબ ફરીયાદ કરેલ હતી.

આ કામે ફરીયાદીએ રજુ કરેલ ફરીયાદ, અન્ય દસ્તાવેજી પુરાવાઓ બનાવની તારીખ અને સમયને સંલગ્ન ન હોય ફરીયાદીના પુરાવાઓ જ ફરીયાદી વિરૃધ્ધ જતા હોય, ફરીયાદી''વૃજ વિલા''માં કયારેય ભાડુઆત કે અન્ય રીતે કોઇ રહેણાંક ની જગ્યાનો કબ્જો ધરાવતા ન હોય, ફરીયાદીએ તેમના મહત્વના સાક્ષી સાહેદ શ્રી ઇલાબેનને તપાસેલ ન હોય, ફરીયાદ ના કામે મંજુલાબેન નરેન્દ્રભાઇ માંકડ અને અતુલભાઇ ગુણવંતરાય મહેતાને બનાવની જાત માહિતી ન હોય તેવુ નામદાર કોર્ટ દ્વારા  અરજી, ફરીયાદ, દસ્તાવેજી પુરાવાઓનું વંચાણ અને તલસ્પર્શીથી જણાય આવેલ હોય, આરોપીઓ ના વકીલશ્રીઓ દ્વારા નામદર સુપ્રિમ કોર્ટ, હાઇકોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇ, આ મિલ્કત બાબતે સીવીલ કોર્ટમાં ચાલતા અન્ય કેસના નામદાર કોર્ટના હુકમને ધ્યાને લઇને આ કામના આરોપીઓને નામદાર કોર્ટ દ્વારા તા. ૧૯-૦૪-૨૦૨૨ના નિદોર્ષ છોડી મુકવા હુકમ કરવામાં આવેલ છે.

હંસાબેન ભાલચંદ્ર વૈદએ  મામલતદાર અને એકઝી. મેજી.શ્રી રાજકોટ શહેર, નામદાર ગુજરાત હાઇકોર્ટ, ડીસ્ટ્રીકટ કોર્ટ, સીવીલ કોર્ટમાં ખોટા અને ઉપજાવી દાવા, ફરીયાદ કરેલ જે જે તે નામદાર કોર્ટ દ્વારા કાયદાકીય જોગવાઇઓનું મુલ્યાંકન કરી તમામ કોર્ટ રદ કરેલ હતા. અને આરોપીઓની તરફેણમાં હુકમો કરેલ છે.

આ અપીલમાં આરોપીઓ તરફે એડવોકેટશ્રી અમિતભાઇ જોશી, મયુરભાઇ એચ. પંડયા અને અરવિંદભાઇ એન. સરવૈયા એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(3:34 pm IST)