Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

જામનગર સર્કલના ઢાબાઓમાં વિજિલન્‍સ ટીમો ત્રાટકી, લાખોની વીજચોરી ઝડપાઇ

ગાંધીનગરમાં અનુપમસિંહ ગેહલોત,હિતેન્‍દ્ર ચૌધરી, બિપીન ઠક્કર સહિતના અધિકારીઓ દ્વારા તાકીદની બેઠકના પગલે-પગલે ધમધમાટ : સમગ્ર સૌરાષ્‍ટ્રના ઢાબાઓ, રેસ્‍ટોરન્‍ટમાં ખાનગી સર્વે બાદ અમારી ટીમો દ્વારા પગલાઓઃ ડીવાયએસપી બી.સી.ઠક્કર

રાજકોટ,તા.૪: વીજ ચોરીનું દુષણ ડામવા માટે રાજ્‍ય સરકાર દ્વારા જેમની ખાસ ગુજરાત ઊર્જા વિકાસ વિભાગના મુખ્‍ય તકેદારી અધિકારીપદે પસંદગી કરવામા આવી છે તેવા સિનિયર આઇપીએસ અનુપમસિંહ ગેહલોત અને જોઇન્‍ટ ડાયરેકટર હિતેન્‍દ્ર ચૌધરી અને રાજકોટ ખાતે કાર્યરત ચીફ વિજિલન્‍સ ઓફિસર ડીવાયએસપી બી.સી.ઠક્કર વિગેરેેની મળેલ વિશેષ બેઠકમાં જામનગર સર્કલ સહિત સૌરાષ્‍ટ્રભરમાં મોટે પાયે ઢાબા રેસ્‍ટોરન્‍ટમાં વીજચોરી મોટે પાયે ચાલી રહ્યાનું બહાર આવતા સૌરાષ્‍ટ્રભરમાં ત્રાટકવા માટે ખાસ ટીમો સાથે તેનુ નેતૃત્‍વ બી.સી.ઠકકરને સુપ્રત થતાં જ ધમધમાટ શરૂ થયો છે.

શ્રી અનુપમસિંહ ગેહલોત, આઇ.પી.એસ. ડાયરેકટર (સલામતી) અને મુખ્‍ય તકેદારી અધિકારી, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ, વડોદરાની સુચના અનુસાર શ્રી એચ.આર.ચૌધરી, આઇ.પી.એસ. જોઇન્‍ટ એકજીકયુટીવ ડાયરેકટર ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ, વડોદરાના માર્ગદર્શન હેઠળ શ્રી બી.સી. ઠકકર, નાયબ પોલીસ અધિક્ષક અને મુખ્‍ય તકેદારી અધિકારી રાજકોટ તેમજ જી.યુ.વી.એન.એલ. પો. સ્‍ટે. ના પો. અધિ/ કર્મચારીઓ તથા જી.યુ.વી.એન.એલ.વડોદરાના ઉચ્‍ચ અધિકારીની ટીમો મારફતે વિજ ચોરી પકડવા તથા ડામવા માટે તા.૦૩-૦૪/૦૮/૨૦૨૨ દરમ્‍યાન  પી.જી.વી.સી.એલ. જામનગર સર્કલ વિસ્‍તારમાં આવેલ હોટેલ ઢાબા વિગેરે જગ્‍યાએ સધન વિજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ જેમાં(૧) સાગરભાઇ બીપીનભાઇ ચાવડા (પ્રજાપતિ ફુડસ, પેટા વિભાગીય કચેરી, નગરીસીમ) ગામઃ જામનગરમાં ૧૬ લાખની વીજ ચોરી, (૨)  ગોહિલ સહદેવસિંહ મનુભા (કુબેર હોટેલ, ગ્રામ્‍ય પેટા વિભાગીય કચેરી, ખંભાળિયા) ગામઃ વડાલિયા સિહનમાં ૦૬ લાખની વીજ ચોરી,(૩)માથેર આલા કરશન(શિવલહેરી હોટેલ, ગ્રામ્‍ય પેટા વિભાગીય કચેરી, જામનગર) ગામઃ વસઇમાં ૧ લાખ ૨૦ હજારની વીજ ચોરી સહિત કુલ-૦૩ સ્‍થળોએ ગેરરીતી માલુમ પડતા અંદાજીત રૂપિયા ૨૩ લાખ ૨૦ હજારની વિજ ચોરી પકડી પાડેલ. જેના અનુસંધાને પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ દ્વારા ફરીયાદો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે અને જેની કડક હાથે તપાસ હાથ ધરવામાં આવશે જેના કારણે વિજ ચોરોમાં ફફડાટ વ્‍યાપી ગયેલ છે તેમજ આવતા દિવસોમાં પી.જી.વી.સી.એલ.ના વિસ્‍તારોમાં વિવિધ વિજ જોડાણોની ચેકિંગ કામગીરી ચાલુ રહેનાર છે.

(4:15 pm IST)