Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

મેવાણીની તરક્કીથી નારાજ કોંગ્રેસના આલા નેતાઓઃ હજુ વધુ રાજીનામા પડશે?

પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજૂ પરમારના રાજીનામાથી મોટો ખળભળાટઃ ૧૭મીએ ભાજપમાં સામેલ થશે : મેવાણીને રાહુલ ગાંધીનો ટેકોઃ અનેક કોંગ્રેસી નેતાઓને નિર્ણયમાં ચર્ચા માટે પુછાતુ પણ નથી તેવો ભારે આક્રોશ

ગાંધીનગર તા. ૪ :.. ગુજરાત કોંગ્રેસના બે દિગ્‍ગજ નેતાઓ પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજૂ પરમારે પાર્ટી છોડવાની જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો હતો. અગાઉ પણ થોડા સમય પહેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ કેસરીયા કર્યા હતાં. નરેશ રાવલ અને રાજૂ પરમાર પણ ટૂંક સમયમાં ભાજપમાં જોડાનાર છે.

નેતાઓના પાર્ટી છોડવા  પાછળનું કારણ જીજ્ઞેશ મેવાણીનું વધતુ કદ હોવાનું રાજકીય સુત્રો જણાવી રહ્યા છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, રાજૂ પરમારે દાવો કરેલ. મેવાણીએ અત્‍યાર સુધી પાર્ટી માટે કશું કર્યુ નથી તેમ છતાં તેમને આગળ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ હાઇકમાન્‍ડ અને ખાસ કરીને રાહુલ ગાંધી તરફથી મેવાણીને વજન આપવાથી ગુજરાત કોંગ્રેસના નેતાઓ અસંતુષ્‍ટ થયા છે.

એક અન્‍ય કોંગ્રેસ નેતાએ જણાવેલ કે મેવાણીનો રાષ્‍ટ્રીય સ્‍તરે દલીત ચહેરાના રૂપે ઉપયોગ કરી શકાય છે. પાર્ટીની સાથે મેવાણીના જોડાવાથી અત્‍યાર સુધી કોઇ સારૂ પરિણામ કે સફળતા નથી મળી, તેમ છતા તેમને કાર્યકારી અધ્‍યક્ષ બનાવાયા છે.

પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલે ગાંધીનગર ખાતે પત્રકારો સાથેની વાતચિતમાં જણાવેલ કે, મે અને રાજુ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાનું નકકી કર્યુ છે. અમે ૧૭મીએ એક કાર્યક્રમ દરમિયાન ભાજપાં સામેલ થશુ. અમારી સાથે અમારા અનેક સમર્થકો પણ ભાજપમાં જોડાશે. રાજુ પરમારે પણ બે દિવસમાં કોંગ્રેસ છોડવાની વાતની પુષ્‍ટી કરી હતી.

વધુમાં તેમણે જણાવેલ કે, તે પાર્ટીમા઼ સાથીઓના ધોખા સહીત અને કારણોથી કોંગ્રેસ છોડી રહ્યા છે. છેલ્લા ૧૦ વર્ષોમાં પાર્ટીમાં માટે અનેક ખરાબ અનુભવો થયો છે. પાર્ટીમાં ટીમ વર્કની કમી છે નેતાઓ કોઇપણ આંતરીક ચર્ચાઓ વિના નિર્ણય લઇ લે છે અને અન્‍ય લોકોને નાનપ અનુભવડાવે છે. મે પણ ધોખાનો અનુભવ કર્યો છે. તેમણે અંતમાં જણાવેલ કે, મે ભાજપ પાસે ટીકીટની માંગ નથી કરી.

(4:17 pm IST)